આપઘાત:ઝઘડો થતાં પ્રેમીએ ઝાડની ડાળી પર ગળેફાંસો ખાધો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદથી કેલનપુર આવ્યા બાદ બનેલી ઘટના

અમદાવાદથી દિવાળી કરવા માટે આવેલાં પ્રેમીપંખીડાં વચ્ચે કેલનપુર પાસે ઝઘડો થયા બાદ પ્રેમીએ કેલનપુરની સીમમાં આવેલા ખેતરના ઝાડ પર ઓઢણી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર મૂળ છોટાઉદેપુરના પાલસંડા ગામની સુખી વસાહતમાં રહેતો 19 વર્ષનો નિકુંજ વિનુભાઈ રાઠવા અમદાવાદમાં આવેલી દાણા બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. તેની સાથે છોટાઉદેપુર જિલ્લાની યુવતી પણ કામ કરતી હતા અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દિવાળીના તહેવાર હોવાથી તેઓ વડોદરા શહેર નજીક આવેલા કેલનપુર ખાતે રહેતા નિકુંજના જીજાને ત્યાં આવવા નીકળ્યાં હતાં.

સોમવારે બપોરે કેલનપુર આવી પહોંચ્યાં હતાં. જોકે તે સમયે કોઈ બાબતે બંને વચ્ચે બોલવાનું થયું હતું, જેનાથી રિસાઈને યુવતી નિકુંજના જીજાના ત્યાં જતી રહી હતી. જોકે નિકુંજને લાગી આવતાં તેણે નજીકમાં આવેલા ખેતરમાં ઝાડ પર ગળેફાંસો ખાઇ લેતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. દરમિયાન નિકુંજને શોધતા-શોધતા તેના પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ વરણામા પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...