• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • During The Operation Of The Jetting Machine In Vadodara, The Locals Broke Down With Sticks On 3 Employees Of The Municipality, Demanding Strict Action Against The Attackers.

હુમલાના LIVE દ્રશ્યો:વડોદરામાં જેટિંગ મશીનની કામગીરી દરમિયાન સ્થાનિકો પાલિકાના 3 કર્મચારી પર લાકડીઓ લઇને તૂટી પડ્યા, હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ

વડોદરાએક મહિનો પહેલા
કર્મચારીઓ પર હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી
  • સ્થાનિકોએ હુમલો કરતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
  • ફરિયાદ કરવા માટે કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા

વડોદરા શહેરના ડભોઇ રોડ પર ગણેશનગર માળી મહોલ્લામાં જેટિંગ મશીનની કામગીરી દરમિયાન 4 સ્થાનિકોએ પાલિકાના 3 કર્મચારીઓ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ બનાવને પગલે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જેટિંગ મશીનની કામગીરી ફરીથી કરવા માટે તકરાર થઇ
વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા ગણેશનગર માળી મહોલ્લામાં વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નં-3માં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટરના માણસો જેટિંગ મશીનની કામગીરી માટે પહોંચ્યા હતા. જ્યાં જેટિંગ મશીન વડે ચોક્કસ થયેલી લાઇન શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક રહીશોએ જેટિંગ મશીનની કામગીરી ફરીથી કરવા માટે તકરાર કરી હતી.

4 સ્થાનિકોએ પાલિકાના 3 કર્મચારીઓ ઉપર લાકડી વડે હુમલો કર્યો
4 સ્થાનિકોએ પાલિકાના 3 કર્મચારીઓ ઉપર લાકડી વડે હુમલો કર્યો

3 કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને લાકડી વડે માર માર્યો
દરમિયાન, ચાર જેટલા શખ્સોએ હિતેશ પરમાર, જગદીશ સોલંકી સહિત 3 કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને લાકડી વડે માર માર્યો હતો. જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી.

ફરિયાદ કરવા માટે કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા
ફરિયાદ કરવા માટે કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા

પોલીસે CCTV ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી
આ બનાવ બાદ હુમલાનો ભોગ બનેલા કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ આ બનાવની જાણ અન્ય કર્મચારીઓને થતાં તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. આ બનાવે અંગે કોર્પોરેશનના કર્મચારીઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે રોષ ઠાલવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોએ હુમલો કરતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
સ્થાનિકોએ હુમલો કરતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો
અન્ય સમાચારો પણ છે...