• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • During The Excavation Outside The Vadodara Court, There Was A Breakdown In The Water Main Line, And There Was A Waterlogging On The Road

પાણીનો વેડફાટ:વડોદરા કોર્ટ બહાર ખોદકામ દરમિયાન પાણીની મેઇન લાઇનમાં ભંગાણ, રોડ પર પાણીની રેલમછેલ થઇ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ ઉપર પાણી પાણી થઇ જતાં વાહનો લઈ પસાર થઇ રહેલા લોકો મુશ્કલીમા મુકાઇ ગયા હતા. - Divya Bhaskar
રોડ ઉપર પાણી પાણી થઇ જતાં વાહનો લઈ પસાર થઇ રહેલા લોકો મુશ્કલીમા મુકાઇ ગયા હતા.
  • પાલિકાને જાણ કરવામાં આવતા ટેક્નિકલ ટીમ સ્થળ પર પહોંચી ગઇ

વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ બહાર મેઇન રોડ ઉપર કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડતાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. આ બનાવની જાણ કોર્પોરેશનના સંબંધિત વિભાગને કરાતાં પાણીની લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા
વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ પાસે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જતા આખા રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. વરસાદમાં ભરાતા હોય તે રીતે રોડ ઉપર પાણી ભરાઇ ગયા હતા. જોતજોતામાં હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોડ ઉપર પાણી પાણી થઇ જતાં વાહનો લઈ પસાર થઇ રહેલા લોકો મુશ્કલીમા મુકાઇ ગયા હતા.

પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો
રોડ ઉપર પાણી ભરાઇ જવાના કારણે કોર્ટમાં આવતા વકીલો અને અસીલો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં અને કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ થતી કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. હજારો લીટર પાણી વેડફાઇ ગયા બાદ આ અંગેની જાણ પાલિકાના સંબધિત વિભાગને કરાતા તુરંત જ ટેક્નિકલ ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. પાણીની લાઇનમાં પડેલા ભંગાણ અંગેની કામગીરી શરૂ કરાવી હતી.

ખોદકામ દરમિયાન પાણની લાઇનમાં ભંગાણ થયું
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો માટે ઇજારો આપવામાં આવે છે. ઇજારદારો મજૂરોને કામગીરી સોંપીને રવાના થઇ જતાં હોય છે. પરિણામે મજૂરો દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે સમસ્યા સર્જાતી હોય છે. આજે દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ પાસે મજૂરો દ્વારા થતાં ખોદકામ દરમિયાન પાણની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતાઓને નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...