તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાખી વર્દીના ‘ગુંડારાજ’ના દ્રશ્યો:વડોદરામાં કર્ફ્યૂ દરમિયાન ગલ્લો ખુલ્લો રાખનાર વેપારીને પોલીસે ઢોર માર માર્યો, બે પોલીસ જવાનને સસ્પેન્ડ કરાયા

વડોદરા23 દિવસ પહેલા
માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા સિવિલ ડ્રેસમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં DCP સંજય કામતે આજે વહેલી સવારે માંજલપુર પોલીસ મથકના બંને પોલીસ જવાન ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણને સસ્પેન્ડ કર્યાં છે. ખાખી વર્દીનો દૂરુપયોગ કરી સામાન્ય વ્યક્તિઓ સાથે ગુડાગીર્દી કરી પોલીસ તંત્રની રહીશહી આબરુના ધજાગરા ઉડાડતા બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.

પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા
સરકારના આદેશ અનુસાર રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘે પણ જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. જો કે, કેટલીક હદે શહેરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ થઇ રહ્યો છે. જ્યાં કર્ફ્યૂનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ખાખી વર્દીનો દૂર ઉપયોગ કરનાર માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઇ કર્ફ્યૂનો ભંગ કરી પાનનો ગલ્લો ખુલ્લો રાખનારને માર માર્યો હતો. પોલીસ જવાનોના કરતૂતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જવાનોની વધતી જતી લુખ્ખાગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો.

પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા
પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા

દુકાનદારે પોલીસકર્મીઓ સામે હાથ જોડ્યા, છતાં મારતા રહ્યા
આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, શહેરના વડસર બ્રિજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. મોડી રાત્રે 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા. ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. એટલેથી ન અટકતા તેઓએ દુકાનનું શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. પોલીસ કર્મીઓના માર સહન ન કરનાર દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા હતા. છતાં તેઓ માર મારતા રહ્યા હતા.

સિવિલ ડ્રેસમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા
સિવિલ ડ્રેસમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા

પોલીસકર્મીઓ ખાખીનો દૂરઉપયોગ કર્યો
આ ઘટના અંગે દુકાનદારનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ મામલે કંઇ પણ કહેવાનું ટાળી, તબિયત સારી ન હોવાનુ જણાવ્યું હતુ. તેમજ દવાખાના વર્દી લખાવી હોવાનું તેઓએ વાતચીત દરમિયાન જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહી છે કે, લોકો કઇ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોલીસકર્મીઓ દ્વારા ખાખીનો દૂરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે.

બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ
બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ

મફતમાં ડુંગળી ન આપનાર શાકભાજીના વેપારીને માર માર્યો હતો
નોંધનીય છે કે, તાજેતરમાં સમા પોલીસ મથકના જવાનોએ મફતમાં ડુંગળી ન આપનાર શાકભાજીના વેપારીને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને લઇને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.

દુકાનદારે પોલીસકર્મીઓ સામે હાથ જોડ્યા, છતાં મારતા રહ્યા
દુકાનદારે પોલીસકર્મીઓ સામે હાથ જોડ્યા, છતાં મારતા રહ્યા
પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા
પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા
અન્ય સમાચારો પણ છે...