તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • During The Campaign In Vadodara's Ward No. 16, Locals Surrounded The BJP Panel On The Water Issue And Told The Candidates: 'Don't Speak Wrong'.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ સામે વિરોધ:વડોદરાના વોર્ડ નં-16માં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ પાણી મુદ્દે ભાજપની પેનલનો ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો, ઉમેદવારોને કહ્યું: 'ખોટી વાત કરશો નહીં'

વડોદરા13 દિવસ પહેલા
વાઘોડિયા રોડ પરની શ્રીનાથ દર્શન સોસાયટીમાં ભાજપની પેનલને વિરોધનો સામનો કરવો પડ્યો
 • સ્થાનિકો કહે છે કે, તમારા વોર્ડ પ્રમુખને પણ જાણ કરી છે કે, પાણી મળતુ નથી
 • ઉમેદવારોએ કહ્યું કે, અમે નવા છીએ. ત્રણ મહિનામાં પાણી પ્રશ્ન હલ કરીશું

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરામાં ભાજપના ઉમેદવારોને ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના વોર્ડ નં-16માં આવતી વાઘોડિયા રોડ પરની શ્રીનાથ દર્શન સોસાયટીમાં ભાજપની પેનલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પાણીની સમસ્યા મુદ્દે ભાજપના ઉમેદવારોનો ઘેરાવ કર્યો હતો. ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે નવા છીએ. ત્રણ મહિનામાં પાણી પ્રશ્ન હલ કરીશું. જોકે સ્થાનિકોએ ઉમેદવારોને કહ્યું હતું કે, ખોટી વાત કરશો નહીં, કોઇ રજૂઆત સાંભળવા આવતુ નથી.

દૂષિત અને અપૂરતા પાણીના મુદ્દે સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો ઘેરાવ કર્યો
વડોદરા શહેરના વોર્ડ નં-16ના ભાજપના ઉમેદવાર પ્રિયા ગવાંડે, સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી અને નરેશ રબારી આજે વાઘોડિયા રોડ પરની શ્રીનાથ દર્શન સોસાયટીમાં ફેરણી માટે નીકળ્યા હતા. જ્યાં દૂષિત અને અપૂરતા પાણીના મુદ્દે સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો ઘેરાવ કર્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ ઉમેદવારોને કહ્યું હતું કે, તમારા વોર્ડ પ્રમુખને પણ જાણ કરી છે કે, પાણી મળતુ નથી, પણ કોઇ કામગીરી થતી નથી. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે અમારી રજૂઆતો ઘણી વખત પાલિકામાં કરી છે પણ તમારી સરકારે કંઇ કામ કર્યું નથી.

વડોદરામાં ભાજપના ઉમેદવારોને ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે
વડોદરામાં ભાજપના ઉમેદવારોને ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

બુધવારે વોર્ડ નં-18ના ભાજપના ઉમેદવારોને ગંદુ પાણી બતાવતાં ફેરણી પડતી મૂકી હતી
આ પહેલા બુધવારે વોર્ડ નં-18માં ભાજપના ઉમેદવારોની પેનલને જનાક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. ત્રણ દિવસ પહેલા વોર્ડ નં-18ના ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સહિતની પેનલનો માણેજા ગામમાં ભારે વિરોધ થતાં ફેરણીના રૂટને બદલી નાખવાની ફરજ પડી હતી. જ્યારે બુધવારે ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ તેમની પેનલના ઉમેદવારોને લઈને અલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં ફરેણી માટે નીકળ્યા હતા. જ્યાં સ્થાનિક રહીશોએ ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા, જેથી પરત ફરવાની ફરજ પડી હતી. મનહરનગરમાં કલ્પેશ પટેલ ફેરણી કરી રહ્યા હતા, ત્યારે મહિલાઓએ પાણી રસ્તા સહિતના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી, તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ગંદુ પાણી બતાવી રોષ ઠાલવતા ઉમેદવાર રવાના થઇ ગયા હતા.

સ્થાનિકોએ પાણી મુદ્દે ભાજપની પેનલનો ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો
સ્થાનિકોએ પાણી મુદ્દે ભાજપની પેનલનો ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો
વોર્ડ નં-16ના ભાજપના ઉમેદવાર પ્રિયા ગવાંડે, સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી અને નરેશ રબારીનો વિરોધ
વોર્ડ નં-16ના ભાજપના ઉમેદવાર પ્રિયા ગવાંડે, સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી અને નરેશ રબારીનો વિરોધ
સ્થાનિકોએ ઉમેદવારોને કહ્યું હતું કે, ખોટી વાત કરશો નહીં, કોઇ રજૂઆત સાંભળવા આવતુ નથી
સ્થાનિકોએ ઉમેદવારોને કહ્યું હતું કે, ખોટી વાત કરશો નહીં, કોઇ રજૂઆત સાંભળવા આવતુ નથી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો