વડોદરાની સુખાકારી માટે:ધન્વંતરી વિષ્ણુયાગમાં 10 હજારથી વધુ શહેરીજનોએ 21 ફૂટના વિશાળ યજ્ઞ કુંડમાં આહુતિ અર્પણ કરીC

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિને 18 વર્ષ પૂર્ણ થઇને 19મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વડોદરાવાસીઓની સુખાકારી માટે શ્રી ધન્વંતરી વિષ્ણુયાગનું રવિવારે આયોજન કરાયું હતું. સુભાનપુરાના ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજિત યજ્ઞમાં 51 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 10 હજારथथથી વધુ શહેરીજનોએ 21 ફૂટના વિશાળ કુંડમાં આહુતિ આપી હતી.

અતિથિ વિશેષ તરીકે રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે હાજરી આપી આહુતિ આપી હતી. શ્રીફળ હોમાયા બાદ યોજાયેલી આરતીમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય, ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીજી, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, વલ્લભકુળના ગોસ્વામી પંકજકુમારજી, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રવક્તા ભરત ડાંગર, મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ, मुममસ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા , દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...