ભાસ્કર એક્સકલુઝિવ:ગતિશક્તિ વિશ્વવિદ્યાલય શરૂ થતાં પહેલાં BSc-MSc બંધ, કહ્યું ‌‌BBAમાં જાવ

વડોદરા16 દિવસ પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બીટેકના વિદ્યાર્થીઓમાં ગુજરાતી વિદ્યાર્થીની સંખ્યા માત્ર એક
  • 60 સીટની સામે માત્ર 27 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

ભારતની પહેલી ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય તરીકે ટૂંક સમયમાં કાર્યરત થનાર યુનિવર્સિટીમાં બીએસસી અને એમએસસીના કોર્સ આ વર્ષથી બંધ કરવામાં આવ્યા છે. 60 સીટની સામે માત્ર 27 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. જે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને ઇમેલ દ્વારા બીબીએમાં એડમિશન ટ્રાન્સફર કરાવવા માટે જણાવાઈ રહ્યું છે.

ગુજરાતના વિદ્યાર્થી તરીકે તેને એડમિશન પ્રાપ્ત થયું
જોકે યુનિવર્સિટી સત્તાધિશો કોર્સ બંધ કર્યા છે તેમ સ્વીકારવા તૈયાર નથી. શહેરના લાલબાગ ખાતે કાર્યરત ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ને તાજેતરમાં જ લોકસભાએ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય તરીકે માન્યતા આપી છે. શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા શીખ અમનને લાલબાગ સિંધ રેલવે ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીમાં 12th બાદ બીટેકમાં આ વર્ષે એડમિશન મળ્યું છે. 60 વિદ્યાર્થીઓ પૈકી એકમાત્ર ગુજરાતના વિદ્યાર્થી તરીકે તેને એડમિશન પ્રાપ્ત થયું છે.

હવે ઇંગ્લેન્ડ ભણવા નહીં જઈ શકે
ટ્રાન્સપોર્ટ યુનિ. દ્વારા ઇંગ્લેન્ડની બર્મિંગહામ કોલેજ સાથે એમઓયુ છે, પરંતુ એમએસસી કરીને ત્યાં ભણવા જતા વિદ્યાર્થીઓ હવે ત્યાં ભણવા નહીં જઈ શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમને ત્યાં ભણવા જવાનું મોંઘું પડતું હતું.

કોર્સ બંધ નથી, કન્ટેન્ટ રિઓરિએન્ટ થશે
બીએસસી-એમએસસીના કોર્સ બંધ નથી થયા. વિદ્યાર્થીઓને પણ તેમાં નોકરીની તક વધારે છે. કન્ટેન્ટ રીઓરિએન્ટ કરવાના છે. > આનંદ સુબ્રમણ્યમ, રજીસ્ટ્રાર.

અન્ય સમાચારો પણ છે...