શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી પિતાએ પોતાના પુત્રને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હોવાનો ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ હોવાને કારણે પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે જો કે મોડી રાતે બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પ પ્રેરણા નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
હૃદય કંપાવી ઊઠે તેવી આ ઘટનાની વિગત એવી છે કે બાપોદ ગામ વુડાના મકાનમાં ચોથા માળે રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 32 વર્ષેીય પરેશ કનુભાઈ સીકલીગરની પત્ની આશાબેન ઘરકામ કરીને પોતાના એકના એક પુત્ર ચારમિસ ની સાથે પરિવારનો નિર્વાહ કરતા હતા. દરમિયાન શનિવારે આશાબેન ઘરકામ કરવા માટે બહાર ગયા હતા જ્યાંથી દોઢ વાગે પરત ફર્યા બાદ તેઓ ઘરે આવતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેમના 11 વર્ષના પુત્ર ચારમિસ અને પતિ પરેશને અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતા હતા.
ઘટના અંગે જાણ થતા આજુબાજુના રહીશોને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી બાબત પોલીસને મૃતક પરેશના પેન્ટના કિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી જેમાં પત્નીના ત્રાસ ને કારણે જીવાદોરી ટૂંકાવી નાખી હોવાનું અને તેની સાથે પોતાના પુત્રને પણ લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈ મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યારે બીજી તરફ મૃતક ની બહેન મીનાક્ષી પટેલ ની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
પત્નિના ત્રાસથી પગલું ભરી રહ્યો છું
અંતિમ ચિઠ્ઠીમાં પરેશે બહેનની માફી માગી
મૃતક પરેશ સીકલીગરે આપઘાત કરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠીમાં પોતાની બહેન મીનાક્ષીને ઉલ્લેખીને જણાવ્યું હતું કે પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું. પોતે કરેલા અંતિમવાદી નિર્ણયને પગલે તેણે તેની પાછળ પોતાના પુત્રનું કોઈ ધ્યાન નહીં રાખે તેથી તેને પણ સાથે લઈ જઈ રહ્યાનો જણાવી બેન ની માફી માગી હતી તેમજ બેન પાસેથી લીધેલા પૈસા પોતે પરત આપી શકે તેમ નથી તેવું જણાવી ફરી એક વખત માફી માગી હતી. પોલીસે બે પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી હતી આ સાથે પોતાના બે મિત્ર પાસેથી પણ 30000 રૂપિયા લીધા હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે જેમને રીક્ષા વેચી પૈસા પાછા આપી દેવાનું જણાવવામા ંઆવ્યું છે.
એક રૂમમાં પુત્રને ફાંસો આપી બીજા રૂમમાં પોતે ફાંસો ખાધો
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી પી વાઘેલાએ આત્મહત્યાની સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, પરેશે પોતે તેના 11 વર્ષના પુત્રને ઓઢણી વડે પંખા સાથે લટકાવી ગળાફાંસો આપ્યા બાદ બીજા રૂમમાં જઈ પોતે પણ ઓઢણી વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી જેમાં બન્નેના મોત નિપજ્યા હતા.
રવિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
સમગ્ર ઘટનાની તપાસ કરતા મૃતદેહ સાંજે 5:00 વાગ્યા પછી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતા રવિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે પરેશ વિરુદ્ધ મોડી રાત્રે હત્યા અને આશાબેન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવશે. > સી. પી. વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર બાપોદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.