રાજકીય વિઘ્ન:સત્તા પરિવર્તનને કારણે વડોદરામાં શ્રીજીના દર્શન માટે મુખ્યમંત્રી આવવાની પરંપરા તૂટી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2002થી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી શ્રીજીની દર્શન યાત્રામાં 20 માં વર્ષે રાજકીય વિઘ્ન

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વડોદરામાં ભવ્ય રીતે અને ગણેશોત્ત્સવ ઉજવાય છે. આ વડોદરામાં દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં શ્રીજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી આવવાની પરંપરા રાજ્યમાં ઊભી થયેલી સત્તા પરિવર્તનની ભાંજગડના કારણે 20 માં વર્ષે આ વખતે તૂટી છે. જેને લઇ ગણેશોત્ત્સવ આયોજકોમાં વસવસો જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં 121 વર્ષથી સાર્વજનિક રીતે ગણેશોત્ત્સવ ધાર્મિક આસ્થા સાથે ઉજવાય છે. દર વર્ષે આ ધાર્મિકોત્ત્સવ વધુને વધુ વ્યાપક અને લોકપ્રિય બની રહ્યો છે.રાજ્યના ધાર્મિકોત્ત્સવના પાટનગર એવા આ શહેરમાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002 થી ગણેશોત્ત્સવ ટાણે શ્રીજીના દર્શન કરવા માટે આવવાનું શરૂ કર્યું હતું. નરેન્દ્ર મોદી 2001 માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ શ્રીજીના દર્શનની પહેલી યાત્રાએ સપ્ટેમ્બર-2002 માં વડોદરા આવ્યા હતા.

ત્યારબાદ 2002 થી 2013 સુધી મોદીએ ગણેશોત્ત્સવમાં વડોદરા આવવાનો શિરસ્તો જાળવી રાખ્યો હતો.નરેન્દ્ર મોદી મે-2014 માં વડાપ્રધાન થતાં મુખ્યમંત્રી બનેલા આનંદીબહેન પટે સપ્ટેમ્બર-2014 અને સપ્ટેમ્બર-2015 ના ગણેશોત્ત્સવમાં વડોદરા આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ષ-2016 થી 2019 સુધી ગણપતિ બાપાના દર્શને વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પરંતુ 2021 ના ગણેશોત્ત્સવનો પ્રારંભ થયા બાદ બીજા જ દિવસે ગુજરાતમાં અચાનક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપતાં સત્તા પરિવર્તન થયું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તારૂઢ થયા હતા. જો કે, તેમના અને નવા મંત્રીમંડળના શપથ સમારોહમાં ગણેશોત્ત્સવના દિવસો પસાર થઇ જતાં વડોદરામાં ચાલુ વર્ષે શ્રીજીના દર્શન માટે મુખ્યમંત્રી આવી શક્યા નથી. આમ, વડોદરાનો ચાલુ વર્ષનો ગણેશોત્ત્સવ મુખ્યમંત્રીના આગમન વિના રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...