લાલિયાવાડી:500 અધ્યાપકોના કોન્ટ્રાક્ટ રિન્યૂની પ્રક્રિયા ન થતાં અવઢવ,  2020-21માં પણ પ્રક્રિયા મોડી થઇ હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મ.સ. યુનિ.માં 500 હંગામી અધ્યાપકોનો મે મહિનામાં 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવા છતાં હજુ રિન્યુ કરવાની પ્રક્રિયા ન કરાતાં અધ્યાપકો અવઢવમાં છે. કોરોનાકાળથી શરૂ થયેલી લાલિયાવાડી હજુ પણ યથાવત્ છે.એમ.એસ.યુનિ.ની તમામ ફેકલ્ટીઓમાં 500 જેટલા ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ તથા ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરની દર વર્ષે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરાય છે. 2020માં કોરોના દરમિયાન તથા 2021માં પણ કોસ્ટ કટિંગના નામે ભરતી પ્રક્રિયા 3થી 4 મહિનાનો મોડી થઇ હતી.

જ્યાં વિવાદ સર્જાયો હતો. ચાલુ વર્ષે પણ આ અધ્યાપકોનો કોન્ટ્રાક્ટ મે મહિનનામાં પૂરો થતો હોવા છતાં હજુ કોઇ પ્રક્રિયા થઇ નથી. અધ્યાપકોને 2 મહિનાનું એક્સટેન્શન અપાય તેવી શક્યતાઓ છે. કારણ કે મે મહિનામાં પરીક્ષા તથા ઉત્તરવહી ચકાસણીની કામગીરી પણ થશે. જૂન પછી નવી પ્રવેશ પ્રક્રિયા સમયે આ અધ્યાપકો માટે જાહેરાત બહાર પડાશે, જેથી ફરી આ અધ્યાપકોને બેથી ત્રણ મહિના વિના પગારે ઘરે બેસવાનો વારો આવશે. સરકારે ભરતી પ્રક્રિયા માટે પરવાનગી માગવા કહ્યું છે ત્યારે આ મામલો ગૂંચવાવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...