તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદની શક્યતા:લો પ્રેશર એક્ટિવ ન થવાથી ગોરંભાયેલાં વાદળો ન વરસ્યાં

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં મંગળવાર ના રોજ આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો ન હતો. વાસણા રોડ વિસ્તારમાં સાંજે સવા ચાર વાગે જ સંધ્યા ખીલી ઉઠી હોય તેવુ મનોહર દ્દશ્ય સર્જાયું હતું. - Divya Bhaskar
શહેરમાં મંગળવાર ના રોજ આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો ન હતો. વાસણા રોડ વિસ્તારમાં સાંજે સવા ચાર વાગે જ સંધ્યા ખીલી ઉઠી હોય તેવુ મનોહર દ્દશ્ય સર્જાયું હતું.
  • અાગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા

શહેરમાં મંગળવારે ગરમીનો પારો 35.2 ડિગ્રી નોંધાતા તથા ભેજનું પ્રમાણ 82 ટકા સુધી પહોંચી જતાં બફારાથી શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે. જુલાઇ મહિનાના 13 દિવસ વિતી ગયા હોવા છતાં પણ ચોમાસાની ઋતુએ જમાવટ કરી નથી.

છેલ્લા કેટલાય દિવસથી વાદળો ગોંરભાય છે પરંતુ વરસાદ વરસી રહ્યો નથી તે અંગે કારણો આપતા હવામાન નિષ્ણાંત અંકિત પટેલે જણાવ્યુ હતું કે વરસાદ વરસવાના પરિબળો હાલમાં સક્રિય નથી. દરિયાઇ વિસ્તારોમાં અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના પગલે ત્યાં વરસાદ પડી રહ્યો છે પરંતુ જમીની વિસ્તારોમાં સિસ્ટમ છૂટી છવાઇ સક્રિય થઇ રહી હોવાથી ઘણા વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે.

અપર એર સરકયુલેશન સિસ્ટમ પણ જોઇએ તેવી સક્રિય ના હોવાથી ઘણા ઓછા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વાદળો રચાય છે પરંતુ લો પ્રેશર એકટીવ ના થતા વરસાદ વરસતો નથી. 14 થી 16 જુલાઇ વરસાદી સિસ્ટમ એકટીવ થતાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...