મ.સ.યુનિવર્સિટીમાં શનિવારે યોજાનાર કોન્વોકેશન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સમારોહ સાંજે 5 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે શરૂ થશે. ત્યારે ગરૂવારે સવારે લગાડેલો શમીયાણો સાંજ પડતા હટાવી દેવાયો છે. હવે વિદ્યાર્થી-વાલીઓને બેસવાની જગ્યા પર શમીયાણો નહિ હોય. હેડ ઓફીસના મુખ્ય ગેટથી વ્હાઇટ હાઉસ સુધી રસ્તાને કાર્પેટીંગ શરૂ કરાયું છે. 18 માર્ચે 71મો દિક્ષાંત સમારંભ યોજાશે. જેમાં મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થિત રહેશે. 5 વાગ્યે યોજવામાં આવનાર સમારંભ 6 વાગ્યે શરૂ થાય તેવી શકયતાઓ હોવાથી કોન્વોકેશન ગ્રાઉન્ડ પર બાંધેલો શમીયાણો કાઢી નાખવાનો નિર્ણય કરાયો હતો.
ગરૂવારે સવારે લાગેલો શમીયાણો સાંજે કાઢી નખાયો હતો. કાર્યક્રમ સાંજે હોવાથી શમીયાણામાં અંધારૂ લાગે તેમ હોવાથી શમીયાણાને હટાવાયો હોવાનું કારણ અપાયું છે. ગ્રાઉન્ડ પર માત્ર સ્ટેજ પર જ શમીયાણો બાંધવામાં આવ્યો છે. કોન્વોકેશનના પગલે યુનિવર્સિટીના મુખ્ય દરવાજાથી લઇને વ્હાઇટ હાઉસ સુધીના માર્ગને કાર્પેટીંગ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. અમિત શાહ આ રસ્તેથી પસાર થવાના હોઇ બેથી અઠી લાખ રૂપિયાના ખર્ચે કાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.
સત્તાધીશોએ કોન્વોકેશન વેળા હવામાનની સ્થિતી જોઇ
19મી સુધી વરસાદની આગાહી છે. 18 માર્ચે કોન્વોકેશન છે ત્યારે સત્તાધીશોએ વેધર એક્ષપર્ટની મદદ લીધી છે. યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કોન્વોકેશનમાં હવામાન ચોખ્ખુ રહેવાનું કહેતાં શમીયાણો હટાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.