તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખંડણી:દુબઈનો દમ મારી કેમરોકના કલ્પેશ પટેલ પાસે ~5 કરોડની ખંડણી માગી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે આવી ધમકી આપનાર ઇન્દોરના ત્રણ શખ્સો ઝડપાયા
  • મિલકત જોહરના નામે કરી 1 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરો
  • દુબઇના જોહર અબ્બાસ સહિત 4 સામે ગુનો દાખલ

કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલને દુબઈના જોહર અબ્બાસના નામની ધમકી આપી 5 કરોડ પડાવી લેવા આવેલા ઇન્દોરના ત્રણ જણા ઝડપાયા હતા. ખંડણીખોરોએ કલ્પેશ પટેલના ઘેર જઇ ધમકી આપી હતી કે, કલ્પેશને કહી દેજો કે દુબઇથી ફોન આવે તો ઉઠાવવાનો, નહિતર તને અને તારા કુટુંબીજનોને ભારે પડી જશે.રેસકોર્સ સર્કલ પાસે એટલાંટીસ એપાર્ટમેન્ટમાં રહેતા કેમરોકના પૂર્વ એમડી કલ્પેશ મહેન્દ્ર પટેલે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, ગત 5 સપ્ટેમ્બરે ઇન્દોરથી ફકરુદ્દીન ઝોરાવાલા બોલું છે, તેમ કહી એક શખ્સે ફોન કર્યો હતો અને મળવાનું જણાવી વારંવાર ફોન કર્યા હતા. જોકેે તેમણે મળવાની ના પાડી નંબર બ્લોક કર્યો હતો.

ત્યારબાદ 14 ઓક્ટોબરે તેઓ સગાને મળવા આણંદના વઘાસી ગામે ગયા હતા ત્યારે તેમના સગાની ઓફિસમાં 3 જણા આવ્યા હતા અને પોતે ફકરુદ્દીન ઝોરાવાલા, કુતુબ અને હબીબ હોવાનું અને ઇન્દોરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે દુબઇના જોહર અબ્બાસીના રૂપિયા વસુલ કરવા આવ્યા છીએ અને તમારી જે કંઇ મિલકત હોય તે તેમના નામ પર કરી એક દિવસમાં 5 કરોડની વ્યવસ્થા કરી દો, તેમ કહી જતા રહ્યા હતા. ત્યારબાદ તેમના મિત્રના વોટસએપ પર મિટિંગનો ટાઇમ નક્કી કરવાનો મેસેજ આવ્યો હતો, જેથી તેઓ તેમનાં પત્નીને લઇને વકીલને મળવા ગયા હતા. તેઓ ઘેર આવતાં વોચમેને જણાવ્યું હતું કે, ત્રણ જણા આવ્યા હતા અને કલ્પેશને કહેજો કે ફકરુદ્દીન, હબીબ અને કુતુબ આવ્યા હતા અને કાલે પણ આવશે. દુબઇથી ફોન આવે તો ઉઠાવવાનો, નહિતર તને અને તારા કુટુંબીજનોને ભારે પડશે. ત્યારબાદ બીજા દિવસે ફરી ત્રણે જણા આવ્યા હતા અને ઝઘડો કરી 5 કરોડ આપી દે નહીંતર મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેથી કલ્પેશ પટેલે પોલીસને ફોન કરતાં પોલીસ પહોંચી ત્રણેયને પકડી લીધા હતા. પોલીસે ફકરુદ્દીન, કુતુબ, હબીબ અને જોહર અબ્બાસ ઉર્ફે અબ્બાસી ફકરુદ્દીન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કલ્પેશે કેમરોકના નામે કરોડોની લોન લઇ ઉઠમણું કર્યું હતું

કલ્પેશ પટેલ હાલોલમાં આસોજ રોડ પર આવેલા કેમરોકનો પૂર્વ એમડી હતો. તેની કંપનીએ વિવિધ બેંકો પાસેથી 1600 કરોડ વધારાની રકમની લોન લીધી હતી. 2011માં કેમરોક ફડચામાં જતા એનપીએ જાહેર કરાઇ હતી. તેની સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ગયા વર્ષે પીસીબીની ટીમ તેને તેના નિવાસસ્થાને પકડવા ગઈ ત્યારે એક તબક્કે પોલીસ તેને ઓળખી શકી ન હતી. કલ્પેશને પોલીસે તેના ઘરના બાથરૂમમાંથી ઝડપી લીધો હતો.

પકડાયેલા ત્રણેય જણા ઈન્દોરમાં ઈલેક્ટ્રિકને લગતું કામકાજ કરે છે

સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા ત્રણેય જણા ઈન્દોરમાં ઈલેક્ટ્રિકને લગતું કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, મુંબઈના જોહર અબ્બાસના પૈસા બાકી હોવાથી અને કલ્પેશ અને જોહર અબ્બાસ વચ્ચે દુબઈમાં હિસાબ થયો હોવાથી પૈસા લેવા આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કલ્પેશ પટેલે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે જોહર અબ્બાસ સાથે તેને કોઇ હિસાબ નથી.

કોણ છે જોહર?

બોલિવૂડમાં ફિલ્મ કલાકારો પાસે દુબઈથી આવતા કોલ થકી નાણાં માગવાની સાથે ધાર્યાં કામ કરાવાતાં હોવાની આક્ષેપો થતા રહ્યા છે. જ્યારે વડોદરામાં આ પ્રકારે દુબઈના નામે ધમકી આપી નાણા પડાવવાના પ્રયાસનો સંભવત: આ પ્રથમ કિસ્સો છે. જોકે આ આખા ખેલ પાછળ જેનું નામ આવે છે તે જોહર અબ્બાસ કોણ છે અને તેનું બેક ગ્રાઉન્ડ શું છે તે પોલીસ શોધી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો