પવન ખેરાનો આક્ષેપ:મુન્દ્રામાં ઉતરેલુ ડ્રગ્સ મુંબઇ પહોંચ્યું અને ક્રૂઝમાં રેવ પાર્ટીની ઘટના બની!

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પવન ખેરા. - Divya Bhaskar
પવન ખેરા.

જૂનમાં મુન્દ્રા પોર્ટ પરથી 25 ટન ડ્રગ્સ આવ્યું હતું ,જે બાબતે સરકારે લાપરવાહી દાખવતા આખા દેશમાં પહોંચ્યું, જેના કારણે મુંબઇમાં ક્રુઝની ઘટના બની છે. આ પોર્ટ ઉપરથી હાલમાં રૂા. 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અગાઉ પણ અહીંથી 25 ટન ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડ્રગ્સ ફક્ત મુન્દ્રા પોર્ટથી જ કેમ વારંવાર દાખલ કરાય છે, આ અંગે તપાસ થવી જોઈએ તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ વડોદરાની મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે‘ મુંબઇની ઘટના વિશે તેમણે જણાવ્યું હતું કે કસુરવારો સામે પગલાં ભરાવાજ જોઈએ. વિદેશી એમેઝોન કંપનીએ ભારત દેશમાંથી 45 હજાર કરોડની કમાણી કરી છે. અને તેના 20 ટકા પ્રમાણે રૂા. 8546 કરોડની લીગલ ફીના માધ્યમથી નેતાઓને લાંચ પેટે અપાયા છે. આ નેતાઓ કોણ છે તે જાહેર કરાય તેવી અમારી માગ છે. છેલ્લા 7 વર્ષમાં ભાજપ સરકાર કોંગ્રેસે 70 વર્ષના શાસનમાં જે વસાવ્યું હતું તે વેચવાનું કામ કરી રહી છે તેવા આક્ષેપ સહ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા છે.

અન્ય સમાચારો પણ છે...