ભાસ્કર વિશેષ:ડાયાબિટીસના દર્દીઓમાં દવાનો વપરાશ દર 94% થી વધીને 100%,બ્લડ પ્રેશરમાં 87%થી વધીને 99% થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વસુધા વ્યાસ રિસર્ચ કરનાર - Divya Bhaskar
વસુધા વ્યાસ રિસર્ચ કરનાર
  • ગ્રામ્ય વિસ્તારમાં પણ ડાયાબિટીસ, હાયપરટેન્શન, કોલેસ્ટ્રોલના રોગી વધ્યા

ડાયાબિસીટ, હાયપર ટેન્શન, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગોમાં વધારો થયો છે. શહેરના ઝડપી જીવનને પગલે આ રોગો શહેરોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રોગોએ પગ પેસારો કર્યો છે. જેને પગલે ડાયાબિટિસનો દવાનો વપરાશ દર 94 ટકાથી વધી 100 ટકા થયો છે. જયારે બીપીની દવાનો વપરાશ 87 ટકાથી વધી 99 ટકા થયો હોવાનું રિસર્ચમાં બહાર આવ્યું છે. હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રો.હેમાંગીની ગાંધીના ગાઇડન્સમાં વિદ્યાર્થિની વસુધા વ્યાસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ખાતે રીસર્ચ હાથ ધર્યું હતું. રિસર્ચમાં બિનસંક્રમિત રોગોના કુલ 96 જેટલા દર્દીઓનો સર્વે કરીને તેમને રોગો વિશે શું જાણકારી છે તે ચકાસ્યુ હતું.

આ રિસર્ચ દ્વારા લોકોમાં બિનસંક્રમિત રોગોના જોખમી પરિબળો, તેને અટકાવવાના ઉપાયો, આડઅસરોને અટકાવવા માટેના ઉપાયો વિશે જાગૃતતા લાવવાની જરૂર જણાઈ હતી. 12 અઠવાડિયા સુધી યોગ, ગામમાં ઇટ રાઈટ રેલી, કેન્સર અવેરનેસ કેમ્પ, પ્રાથમિક શાળામાં આજ સે થોડા કમ અને ઇટ રાઈટ કાર્યક્રમ સહિત પ્રવૃત્તિ કરાઇ હતી. 12 અઠવાડિયા બાદ ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હ્રદયના રોગ વાળા દર્દીઓના જ્ઞાનમાં વધારો જોવા મળ્યો હતો.

કસતર યોગ અંગે 16 ટકા દર્દીને જાણકારી

  • ડાયાબિટીસના દર્દીઓમાં દવાના વપરાશનો દર 94% હતો જે વધીને 100% થયો
  • બી.પી. ના દર્દીઓમાં દવાનો વપરાશ 87%થી વધીને 99% થયો
  • શારીરિક કસરત-યોગ વિશે ફક્ત 16% દર્દીઓને જાણ હતી જે કાઉન્સેલિંગ દ્વારા વધીને 70 % થઇ હતી
  • 60% જેટલા દર્દીઓએ નિયમિત કસરત/યોગ શરૂ કર્યા હતા.

બાજરી, જુવાર, કોદરી, રાજગરાનો ઉપયોગ વધ્યો
​​​​​​​બરછટ અનાજ જેવા કે બાજરી, જુવાર, કોદરી, રાજગરો, રાગી વિશે લોકોની જાગૃતતામાં 52%થી વધીને 84% જેટલો વધારો થયો હતો. વિવિધ મિલેટ્સ અને તેના આહારસંબંધી ફાયદાઓ વિશે પણ જાણકારી વધી હતી.

અન્ય સમાચારો પણ છે...