તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીસીસીઆઇના પૂર્વ ચીફ સિલેક્ટર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે કોરોના સંક્રમિત થયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 385 પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 30,711 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ એક દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 256 પર પહોંચ્યો છે. આજે વધુ 212 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 27,603 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2852 એક્ટિવ કેસ પૈકી 172 દર્દી ઓક્સિજન ઉપર અને 107 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2573 દર્દીની હાલત સ્થિર છે.
ઓનલાઇન દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે
આ બેઠક અંગે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ તરફથી સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તારીખ 10, 11 અને 12 એમ ત્રણ દિવસ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવશે. સંક્રમણ વધે નહીં અને ભક્તોના હિતને ધ્યાનમાં રાખી લોક હિતમાં આ નિર્ણય કર્યો છે. કુબેર ભંડારીના દર્શન ઓનલાઇન ચાલુ રાખવામાં આવ્યા છે, જેની ભક્તોએ નોંધ લેવા વિનંતી છે.
વડોદરામાં રેમડેસિવીર ઇન્જેક્શનના 5462 નંગ પૂરા પાડવામાં આવ્યા
વડોદરાના દવા વિક્રેતાઓને કોરોનાની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનના 5462 નંગ પૂરા પાડવામાં આવ્યા છે. આ જાણકારી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને તંત્ર દ્વારા આપવામાં આવી હતી.
દવા વિક્રેતાઓને 5462 રેમડેસિવીર ઇન્જેક્શન પૂરા પાડવામાં આવ્યા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગઇકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓના દવા વિતરકોને આ ઇન્જેક્શનના 22738 નંગ અને સરકારી દવાખાનાઓને 15402 નંગ તેમજ કેડિલા દ્વારા સરકારી અને ખાનગી દવાખાનાઓમાં 13000 નંગ મળીને કુલ 51140 નંગનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 8538 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 30,711 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4747, પશ્ચિમ ઝોનમાં 5418, ઉત્તર ઝોનમાં 6170, દક્ષિણ ઝોનમાં 5802, વડોદરા ગ્રામ્યમાં 8538 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, રામદેવનગર, સવાદ, વારસિયા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, નવીધરતી, નવાપુરા, એકતાનગર, છાણી, ગાજરવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ માણેજા, દંતેશ્વર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અટલાદરા, અકોટા, ગોત્રી, ગોરવા, દિવાળીપુરા, જેતલપુર
ગ્રામ્ય: પદમલા, સાંકરદા, ડભોઇ, વાઘોડિયા, પાવલીપુરા, મડોદર, કરજણ શહેર, જરોદ, કેલનપપુર, ચાણસદ, વલસાડ, વરણામા, ઇટોલા, પોર, કુરાટ, અંગદ, ભાયલી, ચોરંદા, મુજપુર, મંજુસર, સાવલી શહેર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.