દેશી દારૂની ભઠ્ઠીઓ ડ્રોનમાં કેદ:વડોદરામાં ડ્રોન કેમેરાથી સર્ચ કરીને દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, દેશી દારૂ અને વોશ જપ્ત, બુટલેગરો ફરાર

વડોદરા3 મહિનો પહેલા
પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી
  • ડ્રોન કેમેરાથી દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું
  • દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા

વડોદરા શહેરના સીમાડે ચાલતી દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની ભઠ્ઠીઓ ઉપર સામૂહિક દરોડા
વડોદરા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના છેવાડે આવેલા ભાલીયાપુરા, બીલ, તલસટ, વડસર, રણોલી, કોયલી તેમજ છાણી ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.એ. જાડેજા અને પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલની દેખરેખ હેઠળ પાચ ટીમો બનાવવામાં આવી હતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

ડ્રોન કેમેરાથી દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું
ડ્રોન કેમેરાથી દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું

ડ્રોન કેમેરાથી દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરોડા પાડતા પૂર્વે ડ્રોન કેમેરા દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચ અને પીસીબીના અધિકારીઓ અને તેમના સ્ટાફની બનાવવામાં આવેલી પાંચ ટીમો દ્વારા સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા
દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા

બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા
વડોદરા શહેર પોલીસે ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર અને છાણી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડતા આ ગામોના બુટલેગરોમા ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસે સ્થળ ઉપરથી 113 લિટર દેશી દારૂ, 7690 લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો વોશ મળી કુલ 20,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા
દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા
પાંચ ટીમો દ્વારા સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
પાંચ ટીમો દ્વારા સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
પોલીસે ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર અને છાણી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા
પોલીસે ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર અને છાણી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા
મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું
મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું
અન્ય સમાચારો પણ છે...