ટ્રાફિકજામની સમસ્યા:વડોદરાના શહેરના સર્કલો પર ટ્રાફિક સિગ્નલની અનિયમિતતાના કારણે વાહન ચાલકો પરેશાન

વડોદરાએક મહિનો પહેલા

વડોદરાના વિવિધ વ્યસ્ત જંક્શન પૈકીનું એક કાલાઘોડા ચાર રસ્તા ખાતે અલગ-અલગ દિશામાંથી આવતાં ટ્રાફિક પૈકી એક બાજુના માર્ગે રેડ સિગ્નલ પર અહીંના અન્ય સિગ્નલ કરતા 21 સેકન્ડ ઓછી સેટ કરી હોવાથી કમાટીબાગ તરફના માર્ગે ખૂબ ટ્રાફિકજામ થવાની ઘટના નિયમિત બની રહી છે. પરંતુ, આ અંગે હજુ કોઇ દરકાર લેવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક સિગ્નલના એક જ ટ્રાફિક જંકશન પર અલગ-અલગ સિગ્નલનાની સમય મર્યાદા એક સરખી ન હોવાથી ટ્રાફિકનો પેચીદો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકના જંકશન પર વાહન વ્યવહાર નિયમિત રીતે પસાર થઇ શકે તે માટે રેડ સિગ્નલ મૂકવામાં આવ્યા છે. હાલ અનેક જગ્યાએ આ સિગ્નલો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, ત્યાં બીજી તરફ એવી બાબત ધ્યાને આવી છે કે, ટ્રાફિકના ભારણને દ્વારા વિવિધ સિગ્નલ પૈકીના એક કાલાઘોડા સિગ્નલ ખાતે અલગ-અલગ ત્રણ દિશામાંથી ટ્રાફિક આવતો હોય છે, જ્યાં એક તરફ કમાટીબાગ બીજી બાજુ પંચમુખી હનુમાનજી અને ત્રીજી બાજુ સયાજીગંજ તરફથી ટ્રાફિકનો અવરજવર થતો રહેતો હોય છે, જ્યારે રાજશ્રી ટોકીઝ વાળા માર્ગ પરથી સીધુ કમાટીબાગ તરફ જઈ શકાતું નથી. આ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન સુધીનો ફેરો માર્યા બાદ કમાટીબાગ તરફ જવું પડતું હોય છે.

અહીંના મુખ્ય ત્રણ ટ્રાફિક સિગ્નલ પૈકી અન્ય ટ્રાફિક સિગ્નલ કરતા કમાટી બાગ પાસેના ટ્રાફિક સિગ્નલનો સમયગાળો 21 સેકન્ડ ઓછો છે. એટલે કે અન્ય બે ટ્રાફિક સિગ્નલ કરતા કમાટીબાગથી કાલાઘોડા તરફ જવાના માર્ગ પર જો તમે જઈ રહ્યા છો, તો તમારે સિગ્નલ ક્રોસ કરવા 21 સેકન્ડનો સમય ઓછો મળશે. જેથી અહીંથી યોગ્ય સમય મર્યાદામાં વાહનો આગળ નીકળી ન શકતા કમાટીબાગ સુધી ટ્રાફિક જામ થઇ જવાની ઘટના નિયમિત બને છે ખાસ કરીને પીકઅવર્સમાં તો કમાટીબાગના ગેટ સુધી વાહનોની કતાર લાગી જતી હોય છે વાહન ચાલકોના કારણે વાહનચાલકોને પજવતી આ મુશ્કેલીના કારણે ઘણી વખત આ સિગ્નલ પર રેડ સિગ્નલ થઇ ગઇ હોવા છતાં ચાલકો નીકળી જતા હોય છે, જેથી કાયદાનો ભંગ થાય છે સાથોસાથ અકસ્માત સર્જાવાની ભીતિ પણ વધી જાય છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે આ અંગે ટ્રાફિક એસીપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમની સાથે વાત થઇ શકી નથી. પરંતુ, આ એક સિગ્નલ પર 21 સેકન્ડનો સમયગાળો ઓછો રાખવા પાછળનો તર્ક છે તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલ નવાયાર્ડ બ્રિજ નીચે એસટી ડેપો તરફ જવાના માર્ગ પર બુલેટ ટ્રેનના કારણે તેના દરેક નાખવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જેથી તમામ પ્રકારના વાહનની અવરજવર અહીં બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે બહારગામથી આવતી એસટી બસોને બ્રિજ શરૂ થતાં પહેલાં ડાઇવર્ઝન આપી દેવાયો છે. જેના કારણે એસટી બસ ઓએ ફતેગંજ થઈ કાલાઘોડા થી એસટી ડેપો કરવી પડતી હોય છે. એક તરફ ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અહીં અવરજવર છે, ત્યારે જો આ 21 સેકન્ડનો સમયગાળો વધારી દેવામાં આવે તો કમાટીબાગથી કાલાઘોડા બ્રિજ તરફ જતા વાહન વ્યવહારમાં થોડી રાહત થઇ શકે તેમ છે અને કમાટી બાગ ખાતે બિનજરૂરી ટ્રાફિક જામના પ્રશ્નો હલ થાય એમ મનાય છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલ કાલાઘોડા નજીક આવેલી છે. અહીં ઇમર્જન્સીમાં આવતી એમ્બ્યુલન્સ ઘણી વખત ઘણી વખત કમાટીબાગ પાસે ટ્રાફિકમાં અટવાઈ પડતી હોય છે. ઈમરજન્સી વખતે દર્દીને સારવાર મળે તે માટે ગણતરીની મિનિટોનો સમય પણ એના જીવ બચાવવા માટે આવતો હોય છે, ત્યારે કોઈ વ્યક્તિનો જીવ જાય તેના કરતાં વેળાસર અહીં કમાટીબાગથી કાલાઘોડા તરફ જવા માટે ટ્રાફિક સિગ્નલ પર વેડફાતો 21 સેકન્ડનો સમયગાળો વાહનચાલકોને બચી જાય તે દર્દીઓના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...