તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ:ચાણસદ રોડ પર મોપેડ સ્લિપ થતાં ચાલકનું મોત, ગોલ્ડન ચોકડી પર અકસ્માતમાં મહિલા મોતને ભેટી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીક આવેલા ચાણસદ રોડ પર મોપેડ સ્લીપ થઈ જતા ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.શહેર નજીક આવેલા નવી કવાલીગામ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતાં દક્ષેશ ચૌહાણ રહે છે. રવિવારે તેઓ બપોરના સમયે તેમના સંબંધીને વરણામાં ગામના બસ સ્ટેન્ડ પર મુકવા જઈ રહ્યા હતા. તે સમયે તેમના પિતા કનુભાઇ ચૌહાણ પણ મોપેડ લઈ નીકળ્યા હતા. તેઓની મોપેડ સ્લીપ થતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.

બંને બનાવમાં વરણામાં પોલીસે આગaળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના બીજા બનાવમાં આજે સવારે શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યા ભારદારી વાહને એક મહિલાને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ હરણી પોલીસને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે મૃતદેહની ઓળખ કરવા સહિતની કામગીરી સાથે તેને સયાજી હોસ્પિટલ ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...