વેક્સિનેશનને વેગ:વડોદરાના ઇનઓર્બિટ મોલના પરિસરમાં કોરોના રસીકરણ ડ્રાઇવ, મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને રસી આપવાનું લક્ષ્ય અને જવાબદારી ઉપાડી. - Divya Bhaskar
વડોદરા જિલ્લાના ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને રસી આપવાનું લક્ષ્ય અને જવાબદારી ઉપાડી.
  • કોવિડ-19થી બચવા રસી લેવામાં અસમર્થ રહી ગયેલા લોકોને રસી અપાવવાનો હેતુ

છાત્ર સંસદ રસીકરણ ડ્રાઇવ - છાત્ર સંસદ, ઇનઓર્બિટ મોલ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વડોદરાના ઇનઓર્બિટ મોલના પરિસરમાં રસીકરણ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના નાગરિકો આ રસીકરણ કેમ્પમાં ઇનઓર્બિટ મોલ ખાતે મોટી સંખ્યામાં પહોંચી રસીકરણનો લાભ લીધો હતો. આ રસીકરણ ડ્રાઈવ સાથે છાત્ર સંસદનો ઉદ્દેશ એ છે કે જે લોકો સરકાર દ્વારા કોવિડ-19થી બચવા રસી લેવામાં અસમર્થ રહી ગયેલા લોકોને રસી અપાવવાનો છે.

કોરોનાકાળમાં 3 લાખથી વધુ લોકોને ભોજન પીરસ્યું
છાત્ર સંસદે 1000થી વધુ સ્વયંસેવકો સાથે આજ સુધી 3 લાખથી વધુ લોકોને ભોજન પીરસ્યું છે, જેમાં ફ્રન્ટલાઈન યોદ્ધાઓ, કોવિડ-19 દર્દીઓ અને તેમના પરિવારો, મદદનીશ હોસ્પિટલ સ્ટાફ જેવા કે જેનિટર્સ અને કસ્ટોડિયન તેમજ સ્મશાન કામદારો, વ્યક્તિઓ જે હાલમાં અવિરત કામ કરે છે અને આ રોગચાળોમાંથી સોસાયટીને સુધારવામાં મદદ કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.

એક વિશાળ રસીકરણ ડ્રાઇવનું આયોજન કરવા અધિકારીઓ સાથે પણ કામ કરી રહ્યા છે.
એક વિશાળ રસીકરણ ડ્રાઇવનું આયોજન કરવા અધિકારીઓ સાથે પણ કામ કરી રહ્યા છે.

પ્લાઝ્મા ડોનેશન ડ્રાઈવ પણ યોજી હતી
છાત્ર સંસદને વાઇરસના હાથે પીડિત લોકોની સીધી સહાય કરવાની જરૂરિયાત અનુભવાઈ, આથી કોવિડ-19 દર્દીઓની સહાય માટે પ્લાઝ્મા ડોનેશન ડ્રાઈવ પ્લાઝ્મા ડોનેટ આ અભિયાન વડોદરામાં શરૂ થયું હતું અને હવે તે અન્ય 7 શહેરોમાં પણ સક્રિય છે. પ્લાઝ્મા ડોનેટ કરોના અંતર્ગત, અમારા પ્રયત્નોને કારણે 3,000થી વધુ કોવિડ -19 દર્દીઓએ પ્લાઝ્મા દાન સુરક્ષિત કર્યું છે. છાત્ર સંસદ દ્વારા બ્લડ બેંકના ભંડારને ફરીથી ભરવા માટે 200 જેટલા રક્તદાન શિબિરો શહેરભરમાં યોજ્યા હતા. દાન અને ભંડોળ સુરક્ષિત કરીને આર્થિક સહાયની જરૂરિયાતવાળા લોકો (તેમના મેડિકલ બિલોના 50% સુધી) ની સહાય કરવાનું શરૂ કરવા આયોજન કર્યું છે.

મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો.
મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો.

સહાય માટે એક હેલ્પલાઈન બનાવી
કૃણાલ શર્માએ જણાવ્યું કે, અમે વડોદરાના નાગરિકો માટે રસીની ઉપલબ્ધતા, વિશિષ્ટ હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, દવાઓની ઉપલબ્ધતા અને સ્થાનો, ઇન્જેક્શન વગેરે જેવી જરૂરી માહિતી સુરક્ષિત કરવામાં સહાય માટે એક હેલ્પલાઈન બનાવી છે. અધિકારીઓ પરનો બોજો ઓછો કરવો અને વડોદરાના નાગરિકોને શક્ય તે રીતે મદદ કરવી તે અમારું લક્ષ્ય છે, અને આ ઇન્ટરનેટનું યુગ હોવાથી અમે વડોદરાને તેના નાગરિકોને કંઇપણ મદદ કરવાના હેતુથી વેબસાઇટ બનાવવાની કામગીરી પણ હાથ ધરી છે.

1 લાખ યુવાનોને રસી આપવાનું લક્ષ્ય
હાલમાં 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે એક વિશાળ રસીકરણ ડ્રાઇવનું આયોજન કરવા અધિકારીઓ સાથે પણ કામ કરી રહ્યા છીએ. વડોદરા જિલ્લાના ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને રસી આપવાનું લક્ષ્ય અને જવાબદારી અમે જાતે લીધી છે.