તંત્ર ઉંઘમાં:પીવાનું પાણી કાળું આવ્યું 600 રહીશો જગને શરણે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રોડ પર વેચાતુ પાણી લેવાની મજબૂરી
  • 10 દિવસથી પાણીની ફરિયાદ પણ તંત્ર ઉંઘમાં

શહેરના વાઘોડિયા-ડભોઈ રોડ પર આવેલા શાંતિનગરમાં 10 દિવસથી ગંદુ પાણી આવે છે. અનેક વખત સ્થાનિકોએ કાઉન્સિલરને રજૂઆત કરી છે. છતાં પરિસ્થિતી ત્યાંની ત્યાં જ છે. શાંતીનગરમાં રહેતા 600 નાગરીકો પીવાના કાળા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 10 દિવસથી પીવાનું પાણી બહારથી વેચાતું લાવવું પડી રહ્યું છે.

નાગરીકોને વેરો પણ ભરી રહ્યા છે પરંતુ સુવિધા મળી રહી નથી. ત્યારે સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરાઈ છે. પાલિકા દ્વારા વેરો નહી ભરનાર ના પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરે છે. પરંતુ જે વિસ્તારમાં નાગરીકોની પ્રાથમિક જરૂરીયાત પુર્ણ નથી થતી તે અંગે યોગ્ય કામગીરી નહી કરાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...