આક્ષેપ:શહેરને અપાતું પીવાનું પાણી ટેસ્ટિંગ વિનાનું; વિપક્ષી નેતા

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણીમાં કેન્સર કરતું હેવી મેટર મરકયુરી છે કે નહી તે તપાસાતું નથી
 • વિપક્ષના નેતાએ મેયર અને કમિશનરને મળી રજૂઆતો કરી

કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના પીવાના પાણીનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું ના હોવાના આક્ષેપો વિપક્ષના નેતાએ કર્યા છે અને મેયર-કમીશ્નરને પણ રજૂઆતો કરી છે. વિપક્ષ નેતા અમી રાવતે કોર્પોરેશનના ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વિભાગની ઓફીસની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, આજુબાજુના ગામોનુ ગ્રાઉન્ડ વોટર કન્ટેનીમેશનની ગંભીર ફરીયાદ હોય, મહીનદીમાં ૫ણ પાણીના કેમિકલ પોલ્યુશનની ફરીયાદ છે. જે પાણીમાં કેન્સર કરતુ હેવી મેટર મરકયુરી છે કે નહી તેની તપાસ સુધ્ધાં નથી થતી.

શહેરની આજુબાજુના કેમિકલ ઉદ્યોગોને જોતાં પાણીનું ટેસ્ટિંગ દર 3 મહિને કરવું જોઈએ નહિતર લટ્ઠાકાંડ જેવી પરિસ્થિતી સર્જાશે. તે લઠ્ઠાકાંડ જેટલુ જ ગંભીર છે અને શહેરના 20 લાખ નાગરિકોને આ કેમિકલવાળું પીવાનું પાણી ધીમે ધીમે મોત આપે છે. ઘણા ઉદ્યોગો દ્વારા જમીનમાં રીવર્સ બોરીંગ મારફતે અને બહાર નદી-નાળા અને ખુલ્લા ખેતરોમાં કેમિકલ જમીનમાં છોડાય છે. જેથી કેમીકલયુકત પાણી મહી નદીમાં રીવર્સ બોરીંગ મારફતે તથા ડાયરેકટ છોડવામાં આવે છે. ટેસ્ટીંગ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માગ કરવામાં આવી હતી.

કોમન કોન્ટામિનેશન વિસ્તાર

 • શેઠ શેરી, બાજવાડા, પંચોલીવાડ, છીપવાડ, કડવા શેરી, અમદાવાદી પોળ
 • ટી-બ્લોક, વારસીયા, શારદા સો, વારસીયા રોડ, વારસીયા રોડ, ધન લક્ષ્મી સો, વારસીયા રીંગ રોડ
 • સમર્પણ પાર્ક સો, જુના બપોદ જકાત નાકા, લીમડી ફળીયા, સોમા તળાવ પાસે, ડભોઇ રોડ
 • કુંભારવાડા, માંજલપુર ગામ, વડવાળુ ફળીયુ, માંજલપુર ગામ, વીશાલ નગર સો, તરસાલી, રામ નગર, તરસાલી
 • બાવરી કુંભારવાડા, રણમુકતેશ્વર, હજીરા પાસે, ખાટકીવાડ, નવાપુરા, રાજેશ્વરી સો, ગોયાગેટ
 • રાજલક્ષ્મી સો, 4 દર્શનમ સાનીધ્ય ડુપ્લેક્ષ, મનીષા સો., વાસણા
 • ગાંધી નગર સો, સુભાનપુરા રોડ, રાનન્દેલધામ સો, ન્યુ સમા રોડ, અલંકાર સો, ટી.પી-૧૩, છાણી રોડરાણાવાસ, ફતેપુરા
 • પ્રમુખ પાર્ક સો, સહયોગ બાગ પાછળ, ગોરવા રોડ, અમરદીપ ફલેટ, સુભાનપુરા, રણછોડરાય નગર, ગુ.હા. બોર્ડ, લક્ષ્મીપુરા રોડ
 • ચામુડા નગર વિભાગ 2, સયાજીપાર્ક, આજવા રોડ, સાનિધ્ય ટાઉનશીપ, ધર્મેશ નગર પાસે યમુના નગર, વાઘોડિયા રોડ
 • મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, દેવ નગર, મકરંદ દેસાઇ રોડ
 • ભક્તિ નગર સોસાયટી, તરસાલી રોડ, મીરા નગર કોલોની, જીઆઇડીસી રોડ, વૈંકુઠધામ સોસાયટી, વડસર રોડ
અન્ય સમાચારો પણ છે...