તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ભાયલીની સોસાયટીઓમાં પીવાના પાણીનો કકળાટ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઇન લીક થતાં લાખો લિટર પાણીનો વેડફાટ
  • હલકી કામગીરીથી ભંગાણ થયું હોવાનો આક્ષેપ

ટ્યૂબ કંપની પાસે શનિવારે પાણી લાઇનનું લીકેજ સોમવારે રિપેર કરાયું હતું. બીજી તરફ ભાયલી ગામ પાસે પાલિકાની પીવીસીની પાણીની લાઈનમાં ભંગાણથી ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લાખો લિટર પાણી વેડફાયું હતું.

ઓ.પી. રોડ પર ટ્યૂબ કંપની પાસે ફ્લાયઓવરની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની નળિકામાં શનિવારે રાતે લીકેજ થતાં 5 કલાકે મરામત થઇહતી. બીજી તરફ સોમવારે ભાયલીના મુખ્ય દરવાજા પાસે પીવીસીની લાઈનમાં ભંગાણ પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલી હલકી કામગીરીને કારણે ભંગાણ પડ્યું છે, જેનો ભોગ લોકો બની રહ્યા છે. પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં ભાયલીની આજુબાજુમાં આવેલી અનેક સોસાયટીમાં પીવાના પાણીનો કકળાટ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...