તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જાહેર સભા:વડોદરાને શાંઘાઇ બાદ દેશની ટોપ-5 સિટીમાં લઇ જવાનું સપનું

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
માંજલપુર આત્મીયધામની સભામાં સોશિયલ ડીસ્ટન્સ જળવાયું હતું. સંતોએ ડે.સીએમનું મોમન્ટો આપી સન્માન કર્યુ હતું. - Divya Bhaskar
માંજલપુર આત્મીયધામની સભામાં સોશિયલ ડીસ્ટન્સ જળવાયું હતું. સંતોએ ડે.સીએમનું મોમન્ટો આપી સન્માન કર્યુ હતું.
 • સ્નેહમિલનમાં નીતિન પટેલનું વકતવ્ય, કોંગ્રેસે નરસિંહજીનો વરઘોડો
 • ગણપતિ મહોત્સવની ચિંતા છોડી માત્ર વોટબેંક સાચવી
 • પાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 અને 2માં કોંગ્રેસે હરિશ પટેલ અને અતુલ પટેલને ટિકિટ આપતાં ભાજપે પાટીદાર મતદારોને પ્રભાવિત કરવા સ્નેહમિલનના નામે ડે.સીએમની સભા યોજવી પડી

શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે ત્યારે પાલિકાની અગાઉની ચૂંટણીઓમાં ભાજપે વડોદરાને શાંઘાઇ બનાવવાનું દિવાસ્વપ્ન બતાવ્યા પછી બુધવારે ચૂંટણી જાહેર સભા સંબોધવા આવેલા ડે.સીએમ નિતિન પટેલે વડોદરાને દેશના પાંચ ટોપ શહેરોમાં લઇ જવામાં આવશે તેવું જણાવ્યું હતું. સમા સાવલી રોડ પરના પાર્ટી પ્લોટમાં સમસ્ત પાટીદાર સમાજ સ્નેહમિલન સમારંભમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં વિકાસના અનેક શિખરો સર કર્યા છે. ભૂતકાળમાં ના હતી તે પ્રકારની પ્રગતિ થઇ છે.

વડોદરાને વિકાસની નવી ઉંચાઇ એ લઇ જવાનું છે દેશના ટોપ 5 શહેરમાં વડોદરાને સ્થાન અપાવવાનું છે. કોંગ્રેસએ ગુજરાતમાં તેમના 35 વર્ષના શાસનમાં કોઇ વિકાસ કર્યો નથી. માત્ર મતની રાજનિતિ કરી છે. એક ચોક્કસ કોમના મત મેળવવા માટે હિન્દુ સમાજનું જે થવાનું હોય થાય,મંદિરનું જે થવાનું હોય થાય, નરસિંહજીનો વરઘોડો નિકળવાનો હોય તો નિકળે, રથયાત્રા નીકળવાની હોય તો નિકળે પંરતુ કોંગ્રેસને મત મળવા જોઇએ તેવી રાજ નિતી જ કરી છે.

સ્ટેચ્યૂને જોવા તાજમહેલ કરતાં પણ વધુ પ્રવાસી આવી રહ્યાં છે
વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરની સમસ્યાનો ઉકેલ અાગામી સમયમાં તેનો ઉકેલ આવી જશે. આ ઉપરાંત પાણીની સમસ્યાનો નિકાલ કરવા માટે પણ પ્રોજેકટો પર કામ ચાલી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તાજ મહેલ કરતા વધારે પ્રવાસી આવી રહ્યા છે. જે પણ પ્રવાસી આવે છે તે વડોદરા થઇ ને જાય છે જેના કારણે વડોદરાનું નામ પણ વિશ્વફલક પર પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો