તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિશ્વામિત્રી કાંઠાની વસાહતો માટે ડ્રેનેજ જોડાણ ફરજિયાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં છોડાતું મલિન જળ રોકવા કાર્યવાહી
  • વૉર્ડ 8ના નદી કાંઠાના 100થી વધુ લોકોને નોટિસ

શહેરમાં સર્પાકાર આકારે વહેતી વિશ્વામિત્રી નદીમાં છોડાતાં ડ્રેનેજના મલિન જળ બંધ કરવાની કવાયત પાલિકાએ શરૂ કરી વૉર્ડ આઠના નદીકાંઠે રહેતા 100થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને નદીના કોતર કાંઠા પર રહેતા લોકો દ્વારા ગટરનું ગંદુ પાણી છોડીને નદીને પ્રદુષિત અને ગંદકી કરે છે અને તેના લીધે નદી મચ્છરો અને ગંદકી પેદા કરતું મોટું કેન્દ્ર બની ગઈ છે. પાલિકાના વહીવટી વોર્ડ નંબર 8માં વિશ્વામિત્રી નદી બહુચરાજી નાળામાંથી પસાર થાય છે ત્યાં કાંઠા પર ડાબી બાજુ 300 અને જમણી બાજુ 40 લોકો રહે છે.

આ વસાહતમાંથી ઘર વપરાશનું પાણી નદીમાં છોડવામાં આવે છે. આ પાણી નદીમાં છોડવાનું બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં, જેમની પાસે ગટરના જોડાણ નથી તેઓને પાલિકાની રૂ.1500ની ડ્રેનેજ જોડાણની ચાલતી સ્કીમમાં જોડાઇને ગટરનું કનેક્શન લેવા તથા જેઓની હજી આકારણી થઇ જ નથી તે તમામની આકારણી કરી વેરાબીલ આપવા સૂચના આપી છે.

નદી અને કોતરોમાં ગંદા પાણી છોડવાનું બંધ કરાવવાની સાથે ચોમાસા પૂર્વેની નદીમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હોય તે દૂર કરવાની અને પાણી સરળતાથી વહે તેની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...