તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dragon Fruit Orchards Were Planted In 1200 Hectares Of Land In 25 Districts Of The State, More Than 30 Farmers Applied For Assistance In Vadodara District

કમલમ ફ્રૂટનું વાવેતર:રાજ્યના 25 જિલ્લામાં 1200 હેક્ટર જમીનમાં ડ્રેગન ફ્રૂટના બગીચા ઉછેરવામાં આવ્યા, વડોદરા જિલ્લામાં સહાય માટે 30થી વધુ ખેડૂતોએ અરજી કરી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ-કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે - Divya Bhaskar
રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ-કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે
  • વડોદરા જિલ્લામાં આકર્ષક, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કમલમ ફળની ખેતી વધી રહી છે
  • રાજ્યમાં પહેલીવાર ફાર્મ ફ્રેશ-કમલમ અને ફળ મહોત્સવ યોજાયો છે

રંગ અને દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણથી સમૃદ્ધ થોરના ફળ કમલમ એટલે કે, ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ-કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે. આ ફળની નવી ખેતીની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 25 જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે.

રાજ્યમાં કમલમ ફળની ખેતી વિસ્તરી રહી છે
આ ફળ હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે, જેની સ્થાનિક બજારોમાં ખૂબ સારી માગ છે અને તેની ખેતી અને ઉત્પાદન વધે તો નિકાસની પણ વ્યાપક તકો છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે બાગાયત ખાતાના માધ્યમથી ડ્રેગન ફ્રૂટની ખેતી વધારવા,મહત્તમ બે હેકટર ની મર્યાદામાં,પ્રતિ હેક્ટર 1.25 લાખની વાવેતર સહાયની યોજના પહેલીવાર અમલમાં મૂકી છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે.

વડોદરા જિલ્લામાં આકર્ષક, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કમલમ ફળની ખેતી વધી રહી છે
વડોદરા જિલ્લામાં આકર્ષક, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કમલમ ફળની ખેતી વધી રહી છે

15 ખેડૂતોને સફળતા મળી છે
નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશ ખાંટે જણાવ્યું હતું કે, પહેલીવાર ડ્રેગન ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષે જ મેળવવા જિલ્લાના 30થી વધુ ખેડૂતોએ અરજી કરી છે, જેમના વાવેતર વિસ્તાર સહિત જરૂરી ચકાસણી કરી અરજીઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના અંદાજે 15 જેટલા ખેડૂતોને પ્રમાણમાં સારી કહેવાય એવી સફળતા મળી છે.

વાવેતર સહાય યોજના ખેડૂતોને ઉપયોગી બનશે
વાત એમ છે કે, આ ફળની ખેતીના ભાગરૂપે એ પ્રજાતિના થોરના વેલા ચઢાવવા માટે સિમેન્ટની થાંભલીઓનો માંડવો બનાવવો જરૂરી છે એટલે આ ખેતીની શરૂઆતમાં સારો એવો ખર્ચ કરવો કરવો પડે છે. જેને પહોંચી વળવામાં વાવેતર સહાય યોજના ખેડૂતોને ઉપયોગી બનશે. કમલમનું ગર યુક્ત એટલે કે, માવાદાર ફળ બારમાસી ફળ છે. આ ફળ પોષક તત્વો, ઔષધીય ગુણો, ખનીજો અને વિટામિનોથી સમૃદ્ધ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના દર્દીઓને આરોગ્ય પ્રદાન કરનારું હોવાથી તબીબો તેના સેવનની ભલામણ કરે છે.

કમલમના ખેડૂત હરમાનભાઇ નવો પ્રયોગ કરશે
ડભોઇ તાલુકાના હબીપુરા ગામના હરમાનભાઇએ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને અન્ય જિલ્લાઓના રસ ધરાવતા ખેડૂતો તેની ખેતી અંગે જાણવા અને નિહાળવા તેમના ખેતરની મુલાકાત લે છે. તેઓ હાલમાં આ નવી ખેતીમાં એક નવો પ્રયોગ કરવા વિચારી રહ્યાં છે.

રાજ્યમાં હાલમાં 25 જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે.
રાજ્યમાં હાલમાં 25 જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે.

છોડને રક્ષણ આપવા જળ છંટકાવ માટે લગાવવા વિચાર કર્યો
તેઓ કહે છે કે, આપણા વિસ્તારમાં ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચું જાય છે, જેના કારણે આ ફળના વેલા કરમાઈ કે બળી જવાની શક્યતા રહે છે. તેનાથી છોડને રક્ષણ આપીને સાચવવા તેમણે જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઊંચું જાય ત્યારે છોડવા પર પાણીનો છંટકાવ કરી, છોડને રક્ષણ આપવા માટે ફોગર અથવા સ્પ્રિંકલરની વ્યવસ્થા જળ છંટકાવ માટે લગાવવા વિચાર કર્યો છે. હાલ તેઓ તેનું આયોજન વિચારી રહ્યાં છે.

આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની ભરતભાઈ ગોવિંદભાઈ રાઠવાએ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટના 1700 જેટલા છોડ ઉછેર્યા છે અને છેલ્લા બે વર્ષથી ઉત્પાદન મેળવી રહ્યાં છે. કવાંટના આદિજાતી વિસ્તારમાં કદાચ આ એક નવી પહેલ છે. તેઓ કહે છે કે, મારા ખેતર પાસેથી નસવાડીથી કવાંટનો મુખ્ય રસ્તો પસાર થાય છે. એટલે મારે ઉતારેલા ફળો વેચવા બજાર સુધી લાંબા થવું પડતું નથી. ખેતરની બહાર સ્ટોલ પરથી પસાર થતાં પ્રવાસીઓ આ ફળ ખરીદી જાય છે અને સારી આવક મળી રહી છે. આ ફળમાં આકર્ષક રંગ, રૂપ અને ગુણોનો સમન્વય થયો છે. તેનામાં ખેડૂતોની આર્થિક તંદુરસ્તી સુધારવાની પણ તાકાત છે તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...