તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dr. Vinod Rao Fixed The Price Of HRCT At Rs 2,500 21 Days Ago, Rupani Increased It From Rs 500 To Rs 3,000, Saying It Was A Sensitive Decision.

CT સ્કેનના ભાવનો વિવાદ:રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય છે તેમ કહી 500 વધારી 3000 કર્યા, કોરોના OSD ડો. વિનોદ રાવે કીધું, ‘વડોદરામાં 2500 રૂપિયા જ લેવાશે’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિનોદ રાવની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિનોદ રાવની ફાઈલ તસવીર
  • વડોદરાની કોવિંડ હોસ્પિટલોમાં સારવારના ભાવ નક્કી થયાનાં બીજા દિવસે સરકારે સીટી સ્કેનના ભાવમાં થાપ ખાધી
  • દર્દીઓને રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય છે, રાજ્યભરમાં લાગુ રહેશે: વિજય રૂપાણી, મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રીએ ભલે 3000 નક્કી કર્યા,વડોદરામાં 2500 જ લેવાશે: ડૉ.વિનોદ રાવ, કોરોના OSD

કોરોનાની સારવારમાં જરૂરી સીટી સ્કેન માટે થતી ઉઘાડી લૂંટ બંધ કરવા ઓએસડી ડો. વિનોદ રાવે 25 માર્ચે સરકારી હોસ્પિટલ માટે રૂા. 1500 અને ખાનગી માટે રૂા. 2500 ફિકસ કર્યા હતા. તેના 21 દિવસ બાદ શુક્રવારે મુખ્યમંત્રીએ એચઆરસીટી સીટી સ્કેન માટે રૂા. 500 વધારીને રૂા. 3000નો દર નક્કી કરી આ નિર્ણય સંવેદનશીલ હોવાનું કહી રાજયભરમાં લાગુ રહેશે તેમ કહ્યું હતું.

નવા દરથી 500 રૂપિયા ભારણ વધે
સિટી સ્કેન માટેનો નવો દર વડોદરામાં હાલમાં લેવાતા દર કરતાં રૂા.500 વધુ છે ત્યારે જો નવા દરનો અમલ થશે તો વડોદરાવાસીઓ પર રોજનું 10 લાખનં ભારણ વધશે. અલબત્ત મુખ્યમંત્રી ભલે કહે, વડોદરામાં જૂના દર રૂા. 2500 પ્રમાણે જ સિટી સ્કેન કરાશે તેમ વડોદરાના ઓએસડીએ જણાવ્યું હતું.

સીટી સ્કેન સેન્ટરો આડેધડ ભાવ વસૂલતા હતા
કોરોના સંક્રમણમાં સીટી સ્કેન કરાવવું જરૂરી બન્યું છે અને હાલમાં રોજના સરેરાશ 2 હજાર જેટલા સિટી સ્કેન ડાયગ્નોસ્ટિક સેન્ટર માં થઈ રહ્યા છે. કોરોનામાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક સિટી સ્કેન સેન્ટરો આડેધડ ચાર્જ વસૂલતા હતા. જેના પર અંકુશ મૂકવા માટે તંત્ર દ્વારા 25 માર્ચના રોજ સરકારી હોસ્પિટલો એટલે કે ગોત્રી અને એસએસજી ખાતે સિટી સ્કેનના રૂ.1200 અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 2500ની મર્યાદા એક સિટી સ્કેન દીઠ નક્કી કરાઇ હતી.

વડોદરામાં નક્કી કરેલો જ ભાવ લેવાશે
આ નવા દર 26મી માર્ચથી જ લાગુ પડ્યા હતા અને કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.જોકે શુક્રવારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્ય માટે રૂા. 3000 નો ભાવ નક્કી કર્યો છે અને તેનાથી વધુ ભાવ કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર લઇ શકશે નહીં એવું ઠરાવ્યું છે.જોકે, વડોદરાના ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે વડોદરામાં સીટી સ્કેન માટે અગાઉ જે દર નક્કી કરવામાં આવ્યો હતો તે મુજબ રૂપિયા 2500 ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોએ લેવાના છે અને સરકારે જે દર નક્કી કર્યો છે તેના કરતા વડોદરામાં દર ઓછો છે. જેથી, વડોદરામાં રૂ.3 હજાર નહિ પણ રૂ.2500 સિટી સ્કેન માટે અમલમાં રહેશે.

તો વડોદરાવાસીઓને રોજ 10 લાખ વધુ ખર્ચવા પડે
વડોદરામાં 21 દિવસથી રૂ.2500ની મર્યાદામાં સિટી સ્કેન કાઢી અપાય છે ત્યારે સરકારના નવા દર વડોદરા કરતા રૂ.500 વધુ છે અને તેનાથી પ્રતિ દિન 10 લાખનું ભારણ વડોદરાવાસીઓ પર આવી શકે છે અને મહિને 3 કરોડની વધારાની આવક ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને થઈ શકે છે.

સેમિ અને સ્પેશિયલ રૂમ કાઢી નાખવામાં વડોદરાની પહેલ
રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલની દરમિયાનગીરી બાદ ગુરુવારે જ ઓએસડી ડો. વિનોદ રાવે શહેરની તમામ હોસ્પિટલમાં સેમિ અને સ્પેશિયલ રૂમના બદલે તમામ વોર્ડ જનરલ ગણવાનું જાહેરનામુ બહાર પાડી રાજયભરમાં બેડના દર નિયંત્રિત કરવા વડોદરાએ પ્રથમ પહેલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...