કાર્યકરોનો ક્લાસ લીધો:ડો.તશ્વીન સિંઘે કહ્યું, બધા કહે છે કે તમારા કાર્યકરો તો દેખાતા નથી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુરનાં ઉમેદવારે કોંગ્રેસના કાર્યકરોનો ક્લાસ લીધો

માંજલપુર બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ડો. તશ્વિન સિંઘે ચૂંટણી અંગેની બેઠકમાં કાર્યકરોનો ક્લાસ લીધો હતો. તેઓએ કહ્યું હતું કે, લોકો કહે છે કે તમારા કાર્યકરો તો દેખાતા જ નથી. દરેક જગ્યાએ માત્ર 5 જણના નામ સાંભળવા મળે છે. ચૂંટણી ટાણે બૂથ પર બેશસો તો તમને કોણ ઓળખશે ?માંજલપુર તુલસીધામ પાસે યોજાયેલી બેઠકમાં ઉમેદવાર ડો. તશ્વિન સિંઘે જણાવ્યું કે, કશું પામવા કશું ખોવું પડે. તમે તમારો જરા પણ ટાઈમ સંગઠનને ન આપો તો તમારું નામ ક્યાંથી થશે? તમારે જાતે જાગવાનું છે અને આગળ આવી કામ કરવાનું છે.

શેખર ભાઈ તમને ફોન કરે પછી આવો તેનો શો અર્થ? તમે પક્ષમાં પોઝિશન લઈને બેઠા છો પણ જ્યાં સુધી એક્ટિવ નહીં થાવ ત્યાં સુધી મતલબ નથી. તમે એક્ટિવ થશો તો તમારો જ ફાયદો છે. તમારે કામગીરી કરવી હોય, રેગ્યુલર કરવી હોય તો રેગ્યુલર આવો. તેઓએ કાર્યકરોને વધુમાં કહ્યું હતું કે તમારા ફળિયામાં જઈ અડધો કલાક કોંગ્રેસની નવી નીતિ-નવા વચનોની વાત કરો. અમે લોકો કેટલી જગ્યાએ જઇશું ? તમારું ગ્રાઉન્ડ વર્ક તો હોવું જોઈએ ને. લોકો એ જ કહે છે કે તમારા કાર્યકરો તો દેખાતા જ નથી. તમે બૂથ લઈને બેસસો તો તમને કોણ ઓળખવાનું ? તમારી જગ્યા બનાવી છે તો તમારે મહેનત કરવી પડશે. તમે ખોટું ના લગાડતા પરંતુ જે હકીકત છે તે કહું છું.

બધી જગ્યાએ ચિરાગભાઈ, શેખરભાઈ નીલાબેન, કિરણભાઈના નામ આવે છે. માત્ર પાંચ થી છ જણના જ નામ સાંભળવા મળે છે. બાકી બધા ક્યાં ? તમને પોઝિશન જોઈએ છે, તમને હોદ્દેદાર બનવું છે, તમે હોદ્દેદાર છો પરંતુ ગ્રાઉન્ડ વર્કમાં પણ હાજરી જોઈએ ને. કાલથી કામે લાગો અને આગળ વધો અને કોંગ્રેસને આગળ વધારો.ઉમેદવારે કાર્યકરોનો ક્લાસ લેતાં બેઠકમાં હાજર હોદ્દેદારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...