તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર ભાજપનું નવું માળખું જાહેર:સ્થાયીમાં ડૉ. વિજય માટે જગા ખાલી કરનાર ભરત પટેલને ખજાનચી પદની ‘રિટર્ન ગિફ્ટ’, નવા વરાયેલા 21 હોદ્દેદારો પૈકી 14 ગ્રેજ્યુએટને સ્થાન

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની ટીમના 3 મંત્રી ઉપાધ્યક્ષ બન્યા,એક કોર્પોરેટરની સંગઠનમાં એન્ટ્રી, 4 મહિલાને ઉપાધ્યક્ષ પદ અપાયું : પૂર્વ મેયર સુનિલ સોલંકી મહામંત્રી બન્યા, પહેલીવાર માળખામાં સિંધી સમાજને પ્રતિનિધિત્વ અપાયું

શહેર ભાજપના નવા માળખાની ભારે ભાંજગડ બાદ જાહેરાત થઈ છે, જેમાં સ્થાયી અધ્યક્ષ પદ માટે જગા ખાલી કરી આપનાર ભરત પટેલને નવા કોષાધ્યક્ષ તરીકે અધ્યક્ષ વિજય શાહે મૂક્યા છે. શહેર ભાજપના પ્રમુખ તરીકે ડો.વિજય શાહને મૂકાયા હતા અને નવું નામ આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સંજોગોમાં નવું માળખું કેવું હશે તેના માટે આતુરતાથી વાટ જોવાતી હતી. શહેર ભાજપના નવા સંગઠનમાં યુવા અને શિક્ષિતોની સાથે અગાઉના અનુભવીઓને પણ સ્થાન આપવાની તજવીજ કરાઈ હતી.

વિજય શાહ જ્યારે સ્થાયી અધ્યક્ષ બન્યા હતા ત્યારે તેમની માટે જગ્યા ખાલી કરી આપનાર ભરત પટેલને નવા સંગઠનમાં કોષાધ્યક્ષની જવાબદારી અપાઈ છે. ડો.વિજય શાહની નવી ટીમમાં 8 ઉપાધ્યક્ષ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 ખજાનચીનો સમાવેશ થાય છે. નવા સંગઠનમાં જૂની ટીમના 3 મંત્રીને ઉપાધ્યક્ષ તરીકે પ્રમોશન અપાયું છે અને યુવા મોરચાના અધ્યક્ષને ટીમમાં લેવાયા છે. જ્યારે એક માત્ર કાઉન્સિલર સુનિતા શુકલનો સમાવેશ કરાયો છે.મહામંત્રીની 3 જગા માટે પૂર્વ મેયર સુનીલ સોલંકી, પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી અને પૂર્વ વિસ્તારના ધારાસભ્યની નજીક ગણાતા રાકેશ સેવકની પસંદગી કરાઈ છે.

શહેર ભાજપ ની નવી ટીમમાં કોણ કેટલું ભણેલા?

નામહોદ્દોઅભ્યાસ
ડો.વિજય શાહપ્રમુખએમ ડી
કિરીટ જોશીઉપાધ્યક્ષબી.કોમ
નિલેશ રાણાઉપાધ્યક્ષબી.એસસી
સ્નેહલ પટેલઉપાધ્યક્ષડીફાર્મ
મીનાબા પરમારઉપાધ્યક્ષબીએ, એમ એ
કુણાલ પટેલઉપાધ્યક્ષબી.કોમ, LLB
સુનીતા શુકલઉપાધ્યક્ષએમ એ
પરેશ બ્રહ્મભટ્ટઉપાધ્યક્ષબી.કોમ
મોનીકા યાજ્ઞિકઉપાધ્યક્ષડી.ઇલે.,BSW
સુનિલ સોલંકીમહામંત્રીબીએ
જશવંતસિંહ સોલંકીમહામંત્રીએસવાય બીએ
રાકેશ સેવકમહામંત્રીSYBSC
હેમલતા તડવીમંત્રીએચ એસ સી
જીતેન્દ્ર પટેલમંત્રીએચ એસ સી
મેહુલ લાખાણીમંત્રીએલ એલ એમ
દિપક પઢીયારમંત્રીએસ એસ સી
અર્ચના પટેલમંત્રીએમ એ
લકુલેશ ત્રિવેદીમંત્રીબી.કોમ,MBA
અશોક ચૌધરીમંત્રીબી.ઇ.
કોમલ કુકરેજામંત્રીએમકોમ,LLM
ભરત પટેલકોષાધ્યક્ષબીએસસી
અન્ય સમાચારો પણ છે...