તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરામાં કોરોના ટેસ્ટ માટે 6 ખાનગી લેબમાં ધસારો ડો. ટોપરાણી લેબમાં 48 કલાકનું વેઇટિંગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પિલરની પાછળ અન્ય 7 લોકો ટેસ્ટીંગની કતારમાં હતા - Divya Bhaskar
પિલરની પાછળ અન્ય 7 લોકો ટેસ્ટીંગની કતારમાં હતા
  • કોરોનાના ટેસ્ટ કે પોઝિટિવ કેસના આંકડા પૂછતાં જ બધાની બોલતી બંધ
  • ખાનગી લેબમાં જ રોજના 2000થી વધુ ટેસ્ટિંગનો અંદાજ, 3 લેબમાં ટોકનથી એપોઇન્ટમેન્ટ

વડોદરામાં કોરોનાના વધતા કેસોને સમાંતરે વડોદરાની ખાનગી લેબોરેટરીઓમાં પણ લોકોનો ટેસ્ટિંગ માટેનો ધસારો જબરદસ્ત રીતે વધી રહ્યાં છે. શહેરની લેબોરેટરીઓમાં જ 2000થી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યાં હોવાનો અંદાજ મુકાય છે. એક લેબના રિપોર્ટ આપતા સ્ટાફે જ રોજના 80 ટકા કેસો પોઝિટિવ આવતા હોવાનું જણાવ્યું હતું. શહેરની જાણીતી ડો. ટોપરાણી લેબોરેટરીમાં જ 48 કલાકનુંં વેઇટિંગ ચાલે છે. જ્યારે અન્ય લેબમાં ધસારાને ખાળવા માટે ટોકન અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શરૂ કરવામાં આવી છે. લોકો ભર બપોરે પણ કોરોના ટેસ્ટ કરાવવા લાઇનોમાં ઊભા રહે છે. દિવ્ય ભાસ્કરની ટીમોએ 4 લેબની ગુરુવાર અને શુક્રવારે મુલાકાત લઇ તાગ મેળવ્યો હતો. જો કે કોરોનાના ટેસ્ટ કે પોઝિટિવ કેસના આંકડા પૂછતા બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.

લોકોના વિરોધને લીધે લેબોરેટરીએ સેન્ટર બંધ
​​​​​​​કેટલાક વિસ્તારમાં તો લોકોના વિરોધને લીધે લેબોરેટરીએ સેન્ટર બંધ કરવાની પણ ફરજ પડી છે. રેસકોર્સ વિસ્તારમાં આવેલી ડો. ટોપરાણી લેબોરેટરીમાં સવારથી 7.30 વાગ્યાથી જ લોકોની ટેસ્ટિંગ માટે લાઇનો પડી જાય છે. આ વિશે ડો. એચટી ટોપરાણીએ જણાવ્યું કે, ‘હાલમાં અમે રોજના 150 જેટલા ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. જેમાં બહારની ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતા સેમ્પલોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ વધુ થતા વેઇટિંગ વધ્યું છે. જોકે કેટલાક પોઝિટિવ આવે છે તે કહી શકાય તેમ નથી.’ ડો. ટોપરાણી લેબોરેટરીમાં અહીં એકથી બે વાગ્યાના ગાળામાં ધોમધમખતા તાપમાં 25થી વધુ લોકો કોરોના રિપોર્ટ માટે આવ્યાં હતા. જયાં ભર બપોરે લાઇનો પડી હતી.

ભારે હોબાળા સાથે ડ્રામા 15થી 20 મિનિટ સુધી ચાલ્યો
​​​​​​​લોકો પોતાના નંબરની રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે એક સિનિયર સિટિઝનને લાંબો સમય સુધી રાહ જોવાને લીધે ઘટના સ્થળે જ ચક્કર આવ્યા હતા અને જોતજોતામાં તેઓ ઢળી પડ્યાં હતા. આ બાબતે હાજર વ્યક્તિઓએ હોબાળો કર્યો હતો. આ ડ્રામા 15થી 20 મિનિટ સુધી ચાલ્યો હતો. જોકે સંચાલકોની દરમિયાનગીરીથી મામલો માંડ થાળે પડ્યો હતો. કોરોના ટેસ્ટ કરવા માટે લેબમાં આવતા લોકોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે, જે રહેણાંક વિસ્તાર કે કોમ્પલેક્સમાં લેબોરેટરીની બ્રાન્ચ હોય છે. ત્યાં રીતસરનો લોકોએ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. લોકોના આ ધસારાથી કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સનો લેબોરેટરીનો વિરોધ કરતા સંચાલકે આ બ્રાન્ચને બંધ કરવાની ફરજ પડી હતી.

400થી વધુ રોજનું ટેસ્ટિંગ
​​​​​​​બીજી તરફ યુનિપેથ લેબોરેટરીની મુલાકાત લેતા ત્યાં 15 જેટલા લોકો કોરોના રિપોર્ટ માટે વેઇટિંગમાં બેઠા હતા. અહીં પણ 400થી વધુ રોજનું ટેસ્ટિંગ થાય છે તેવુ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ડિવાઇન લેબોરેટરીના 4 સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ ટેસ્ટિંગ થાય છે. અહીં પણ 300થી વધુના રોજના ટેસ્ટિંગ થાય છે.પેથોકેરમાં પણ ધસારાને લઇ 50-50 લોકોને ટોકન આપવાનું શરૂ કર્યું હતું.

એપોઇન્ટમેન્ટ વગર જાવ ત્યારે કોઇની નોંધણી રદ થાય તો ત્રણ કલાકે નંબર અાવે
ટોપરાણી લેબમાં એપોઇન્ટમેન્ટ વિના જો કોઇ દર્દી લેબ પર રૂબરૂ જાય તો પણ તેનો રિપોર્ટ કાઢી અપાય છેપણ તેનો રિપોર્ટ ત્યારે જ નીકળે છે જ્યારે કોઇએ ઓનલાઇન કોરોના રિપોર્ટ માટે બુકિંગ કરાવ્યું હોય અને તે બુકિંગ કેન્સલ થાય. આવા 40 લોકોનો રિપોર્ટ કાઢી અપાય છે. આ સ્થિતિમાં વહેલા તે પહેલાના ધોરણે હાજર વ્યક્તિનો સ્ટાફ ટેસ્ટિંગ કરીને રિપોર્ટ કાઢી આપે છે. જોકે આ માટે વ્યક્તિએ બેથી અઢી કલાક લેબોરેટરીમાં બેસવાની તૈયારી રાખવી પડે છે. { ભાસ્કર ટીમ: કૃણાલ પેઠે, નિરવ કનોજિયા, પ્રણય શાહ

... બીજા દિવસે જ કોરોના ટેસ્ટ કરાશે
ટોપરાણી લેબોરેટરીની વેબસાઇટમાં પણ કોરોના ટેસ્ટિંગ માટે કેટલો ધસારો છે તેનો ખ્યાલ આવે છે. વેબસાઇટમાં જ લોકોનો ધસારો વધારે હોવાનો ઉલ્લેખ છે. ચાલુ બુકિંગની એપોઇન્ટમેન્ટના જ ટેસ્ટિંગ થશે અને કોઇએ બુકિંગ કર્યું હોય તો તેના બીજા દિવસે કોરોના ટેસ્ટ થશે તેવી સ્પષ્ટતા કરી છે. જ્યારે સ્થળ પર જતા ચોકીદાર જેવા સ્ટાફે તમારો નંબર 22મી માર્ચે આવશે તેવું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો