તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dr. OSD Of Vadodara. Vinod Rao Has Been Living Among Doctors people In Hospitals For 14 Months, Yet Has Not Been Infected, Keeping Corona Away From Home Remedies

કોરોનાથી ડિસ્ટન્સ:વડોદરાના OSD ડો. વિનોદ રાવ 14 મહિનાથી હોસ્પિટલોમાં તબીબો-લોકો વચ્ચે રહે છે, છતાં સંક્રમિત થયા નથી, ઘરઘથ્થુ ઉપચારથી કોરોનાને દૂર રાખ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • OSD કહે છે કે, કોરોના મુક્ત રહેવાનું મારૂ પ્રથમ શસ્ત્ર માસ્ક છે, ગરમ પાણી, આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ મારા બીજા શસ્ત્રો છે

કોરોના મહામારીમાં માણસ એક દિવસ બહાર નીકળે તો, પણ કોરોના થવાની શક્યતા રહેલી છે, ત્યારે કોરોનાની જીવલેણ મહામારી કોરોનાગ્રસ્ત દર્દીઓને સારી સુવિધાઓ મળવા સાથે સારવાર મળી રહે તે માટે ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવ છેલ્લા 14 મહિનાથી કામ કરી રહ્યા છે. છતાં, તેઓ કોરોના મુક્ત રહ્યા છે. તેનું મુખ્ય કારણ માસ્ક, આયુર્વેદિક, હોમિયોપેથિક અને ઘરઘથ્થુ ઉપચાર છે.

14 મહિનાના સમયગાળા દરમિયાન તેઓને કોરોનાની કોઇ અસર થઇ નથી
કોરોનાની કારમી મહામારીમાં છેલ્લા OSD ડો. વિનોદ રાવ 14 મહિનાથી વર્ષથી ફરજ બજાવી રહ્યા છે, પરંતુ, આ સમયગાળા દરમિયાન તેઓને કોરોનાની કોઇ અસર થઇ નથી. એવું નથી કે તેઓ ઓફિસમાં બેસીને કોરોનાની મહામારી અંગે આયોજન કરતાં હોય, તેઓ સતત કોવિડ હોસ્પિટલોની મુલાકાત પણ લેતા હોય છે, તેમ છતાં તેઓ કોરોના મુક્ત છે.

કોરોના મુક્ત રહેવાનું મારૂ પ્રથમ શસ્ત્ર માસ્ક છે
કોરોના મુક્ત રહેવા પાછળનું કારણ જણાવતાં ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ચારથી પાંચ વખત કોરોનાના લક્ષણો જણાયા હતા. પરંતુ, આઇસોલેશન થવાની જરૂર પડી નથી. કારણ કે, કોરોના મુક્ત રહેવાનું મારુ પ્રથમ શસ્ત્ર માસ્ક છે. તે ઉપરાંત ગરમ પાણી, આયુર્વેદ અને હોમિયોપેથિક દવા મારા બીજા શસ્ત્રો છે.

આયુર્વેદિક અને ઘરઘથ્થુ ચિજવસ્તુઓનો ઉપયોગ કરીને ગરમ પાણી પીવુ છું
વધુમાં તેમણે જણાવ્યું કે, સવારે ઉઠીને ઇમ્યુનિટી માટે જરૂરી આયુર્વેદિક અને ઘરઘથ્થુ ચિજવસ્તુઓનો ઉપયોગ કરી ગરમ પાણી પીવું છું. તે ઉપરાંત જમવામાં પણ કાળજી રાખું છું. કોવિડ સેન્ટરમાં જાઉ ત્યારે શક્ય તેટલા તમામ પ્રિકોશન લઉ છું. હું મારી કાળજી લેવા સાથે દર્દીઓને સારી સારવાર અને સુવિધાઓ મળે તે મારું લક્ષ્ય રહ્યું છે અને રહેશે.

હું મારા ઉપર કોરોનાને હાવી થવા દેતો નથી
હું દર્દીઓને સારી સારવાર મળે અને કોરોનાના ડર વગર કામગીરી કરતો હોવાથી હું 14 મહિનાથી કોરોના મુક્ત રહ્યો છું. ગાધીનગર રહેતા મમ્મીને કોરોના પોઝિટિવ આવતા થોડો ચિતીત થયો હતો. પરંતુ, સમયસર મમ્મીને ઘરમાં જ સારવાર મળી જતાં તેઓ સ્વસ્થ થઇ જતાં રાહત અનુભવી હતી. જોકે આજે પણ હું મારા ઉપર કોરોનાને હાવી થવા દેતો નથી. અને કોરોનાના દર્દીઓને સારી સારવાર અને સુવિધા મળી રહે તે રીતે છેલ્લા 400 દિવસથી કામ કરી રહ્યો છું.

હું લોકોને અપીલ કરું છું કે, તમામ લોકો સમયસર વેક્સીન લે અને કોરોના મુક્ત રહે
તેમણે ઉમેર્યું હતું કે વેક્સિનના બંને ડોઝે પણ કોરોના મુક્ત રહેવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આથી હું લોકોને અપીલ કરું છું કે, તમામ લોકો સમયસર વેક્સીન લે અને કોરોના મુક્ત રહે.

દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે રાત દિવસ દોડધામ કરે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ચાલી રહેલી જીવલેણ બીજી લહેરમાં કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે. આવી ભયાનક કોરોનાની બીજી લહેરમા પણ OSD ડો. વિનોદ રાવ પોતાના આરોગ્યની સુરક્ષા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારી સુવિધાઓ સાથે સારી સારવાર મળી રહે તે માટે રાત દિવસ દોડધામ કરી રહ્યા છે.