તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. શાહ ભાજપ પ્રમુખ બની શકે?

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • BJPના જ કેટલાક ધારાસભ્યો-અગ્રણીઅોને પ્રમુખની વરણી સામે વાંધો

શહેર ભાજપની આંતરિક જૂથબંધીમાં નવા પ્રમુખ ડો.વિજય શાહ મેડિકલ કોલેજના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે ત્યારે કેવી રીતે નિમણૂક કરાઈ તેવો સવાલ ઉઠાવી સરકારમાં રજૂઆત કરતા નવો વિવાદ ઊભો થયો છે.

વડોદરા ભાજપમાં જે રીતે સૌરાષ્ટ્ર લોબીનું મહત્ત્વ વધી રહ્યું હતું તેને કટ ટુ સાઇઝ કરી સ્થાનિક કક્ષાના આગેવાનને પ્રમુખ તરીકે નિયુક્ત કરાતાં ભાજપમાં ભાંજગડ વધી હતી, બીજી બાજુ ડો. વિજય શાહની વિરોધી લોબીએ વિવાદ ઊભો કર્યો છે. જેમાં તેઓ ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તો તેમની નિમણૂક રાજકીય પક્ષના પ્રમુખ તરીકે થઈ શકે ખરી? તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કેટલાક ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોએ સરકારનું ધ્યાન દોરવાનું નક્કી કરતાં મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જો કોઈ સરકારી નોકરી કરતા હોય કે મહત્ત્વનો હોદ્દો ધરાવતા હોય તેવા અધિકારી રાજકીય પક્ષના હોદ્દેદાર થઈ શકે નહીં અને જો કોઈ સરકારી અધિકારી ચૂંટણી લડવા માગતા હોય તો જે તે સંસ્થાનું કે પછી સરકારમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું હોય છે પરંતુ રાજકીય પક્ષના આગેવાન તરીકે કોઈ હોદ્દો મેળવી શકાય નહીં.ભાજપ પ્રમુખ તરીકે ડો. વિજય શાહની નિમણૂક થઈ છે કે જેઓ હાલ સરકાર સંચાલિત ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ છે. જેથી તેઓ રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થાય તો તેમણે ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપી દેવું અને તેઓ રાજીનામું આપે નહીં તો પ્રમુખ પદે રહી શકે નહીં તેવી રજૂઆતો ભાજપના જ કેટલાક ધારાસભ્ય અને આગેવાનોએ રાજ્ય સરકારમાં કરી છે.

ગોત્રી હોસ્પિટલમાં ડો. વિજય શાહની નિયુક્તિ સમયે પણ વિવાદ થયો હતો. આ ટાણે પણ તેમની નિમણૂક અને પગાર બાબતે વિવાદ સર્જાયો હતો અને રાજ્ય સરકારે 7 વર્ષ પછી તેમને કાયમી નિમણૂક આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો