વિવાદ:પ્રબોધમ જૂથ માટે માંજલપુર આત્મીય ધામના દરવાજા બંધ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રબોધ સ્વામી ગ્રૂપના હરિભકતો માંજલપુર જલારામ મંદિરમાં સત્સંગ કરે છે. - Divya Bhaskar
પ્રબોધ સ્વામી ગ્રૂપના હરિભકતો માંજલપુર જલારામ મંદિરમાં સત્સંગ કરે છે.
  • પ્રબોધમ જૂથના સત્સંગીઓની જલારામ મંદિરમાં સભા
  • સાપ્તાહિક સભા માટે બાકરોલ દૂર પડતું હોવાથી વચલો રસ્તો કાઢ્યો

માંજલપુર આત્મીય ધામ ખાતે પ્રબોધ સ્વામીના અનુયાયીઓની સાપ્તાહિક સભા બંધ થતાં માંજલપુર જલારામ મંદિરે સત્સંગીઓ માટે દરવાજા ખોલ્યા છે. બુધવારે મળતી સાપ્તાહિક સભામાં અંદાજે 80 થી 100 જેટલા સત્સંગી ધૂન, પ્રવચન, ભજન જેવા કાર્યક્રમો કરતા હોય છે.સોખડાથી છૂટા પડેલા પ્રબોધ સ્વામીના અનુયાયીઓને માંજલપુર આત્મીય ધામમાં સાપ્તાહિક સભા કરવાનું સ્થળ ન મળતાં તેમજ બાકરોલ જવું મુશ્કેલી ભર્યું હોવાથી અન્ય જગ્યાની શોધ શરૂ કરાઈ હતી.

સત્સંગીઓના ઘર મોટાં ન હોવાથી માંજલપુરનાં રહેવાસી મયૂરીબેન પટેલે મંગલેશ્વર મહાદેવ ખાતે જલારામ મંદિરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે સત્સંગ માટે વિનામૂલ્ય જગ્યા, પાથરણાં અને વાસણોની વ્યવસ્થા કરી આપી હતી. સંસ્થાના કર્મચારી બાબુભાઈ ગોહિલે જણાવ્યું કે, લગ્ન પ્રસંગે કે સામાજિક કાર્ય માટે ભાડું લઈએ છે, બાકી કોઈ ધાર્મિક કામ માટે મફત જગ્યા આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...