આરોગ્ય તપાસ:કુપોષિત બાળકો શોધવા માટે આજથી ઘેર ઘેર સ્ક્રિનિંગ થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 -26મીએ કુપોષિત બાળકોને સારવાર અપાશે

શહેરમાં સોમવારથી કુપોષિત બાળકોની સંખ્યા શોધવા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સ્ક્રિનિંગ કરાશે. શહેરમાં અંદાજે 1.45 લાખ બાળકો હોવાની શક્યતા છે. 6 મહિનાથી 56 મહિના સુધીનાં બાળકોની આરોગ્ય તપાસ કરાશે. કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરને ‘પોષણ માહ’ તરીકે ઊજવેછે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મધ્યમ પ્રકારનાં કુપોષિત બાળકોની સંખ્યા 800 છે, જ્યારે અતિ કુપોષિત બાળકોની સંખ્યા 272 છે.

હવે 24 તારીખ સુધીમાં શહેરનું સ્ક્રિનિંગ કરીને વાસ્તવિક આંકડો મેળવાશે. આરસીએચઓ અનિલ પરમારે જણાવ્યા મુજબ સરવે કર્યા બાદ 25 અને 26 તારીખે બાળરોગ નિષ્ણાતો પાસે બાળકોની સારવાર કરાશે અને તેઓ સુપોષિત થાય તેના કાર્યક્રમો પણ યોજાશે.6 મહિનાથી 56 મહિનાના બાળકના બાવડાનું માપ મેજર ટેપથી આશાવર્કરો માપે છે, જેનું માપ 12.5 સેમીથી ઓછું હોય કુપોષિત કહેવાય છે અને પોષણ માટે કાર્યવાહી હાથ ધરાય છે.

અન્ય સમાચારો પણ છે...