બાળકનું કમકમાટીભર્યુ મોત:વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ રિવર્સમાં 5 વર્ષના બાળકને કચડી નાખ્યો, સ્થાનિકોએ ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો

વડોદરાએક મહિનો પહેલા
મૃતક બાળકની ફાઇલ તસવીર અને આરોપી ડ્રાઇવર અનિલ ગરવાલ
  • બાળકને અડફેટે લેનાર ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હતી
  • જે.પી. રોડ રોડ પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લઇ જતી ઓવરલોડ ગાડીએ રિવર્સ લેવા દરમિયાન 5 વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા મોત નિપજ્યું છે. જે.પી. રોડ રોડ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે વખત ટાયર બાળકના માથા પરથી ફરી વળ્યું
વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઇ ફાર્મની સામે આવેલ સમીમ પાર્ક સોસાયટીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ટ્રાક્ટની ડોર ટુ ડોરની કરચો લેવા આવતી ગાડી (ટેમ્પો) આજે સવારે 11: 15 વાગ્યા આવી હતી. આ ગાડી સોસાયટીમાં આવ્યા બાદ ડ્રાઇવરે તેને રિવર્સમાં પૂરપાટ ઝડપે લીધી હતી. જેથી ઘરના ગેટ બહાર રમી રહેલા મુહંમદઔન (ઉ.વ. 5)ને અડફેટે લીધો હતો અને ગાડીનું ટાયર તેના માથા પરથી પસાર થઇ ગયું હતું. જેથી ત્યાં હાજર લોકોએ બુમ પાડી હતી કે, બાળક ગાડી નીચે આવી ગયો. તેથી આ ટેમ્પોના ચાલક અનિલ ખૂમચંદભાઇ ગરવાલ (રહે. વડસર બ્રિજની પાછળ, કચરાની ગાડીના પાર્કિંગમાં, વડોદરા)એ ગાડીને આગળ લીધી હતી. જેથી ફરીએકવાર માસૂમ બાળકના માથા પરથી ગાડીનું વ્હીલ પસાર થયું હતું.

બાળકને અડફેટે લેનાર ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હતી
બાળકને અડફેટે લેનાર ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હતી

લોકોએ ડ્રાઇવરને પોલીસના હવાલે કર્યો
ત્યાર બાદ ઇજાગ્રસ્ત બાળકને પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે માસૂમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને ગાડીના ડ્રાઇવરને જે.પી. પોલીસ સ્ટેશનના સ્ટાફને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી ગાડી ચાલકની ધકપકડ કરી તેમજ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સમીમ પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ રિવર્સમાં 5 વર્ષના બાળકને કચડી નાખ્યો
સમીમ પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ રિવર્સમાં 5 વર્ષના બાળકને કચડી નાખ્યો

ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હતી
તાંદલજા વિસ્તારમાં પાંચ વર્ષના બાળકને કચડી નાખનાર ગાડીની બહારની સાઇડમાં પણ કોથળાઓ લટકી રહ્યા હતા. જેથી પાછળ કોણ છે એ દેખાઇ ન શકે. આમ ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હોવાથી આ ઘટના બની હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે શહેરમાં ડોર ટુ ડોરની આવી અનેક ગાડીઓ ફરે છે જેમાં થેલાઓ દ્વારા બહાર સામાન લટકતો હોય.

પોલીસે આરોપી ગાડી ચાલકની ધકપકડ કરી તેમજ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે આરોપી ગાડી ચાલકની ધકપકડ કરી તેમજ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...