દુર્ઘટના:અટલાદરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનાં વાહનોમાં ભેદી રીતે આગ, પાંચ ગાડી ખાખ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અટલાદરા કોર્પોરેશનના કમ્પોસ્ટ પ્લાન્ટની નજીકમાં કોર્પોરેશને ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓ પાર્ક કરવા આપેલી જગ્યામાં ગુરુવારે મળસ્કે 5-30 વાગે ભેદી સંજોગોમાં આગ લાગતાં 5 ગાડી ભસ્મીભૂત થઈ હતી, જ્યારે 150 ગાડીનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ જાણી શકાયું નથી. પાલિકાના એન્વાયરમેન્ટલ એન્જિનિયર કશ્યપ શાહે જણાવ્યું કે, પશ્ચિમ અને દક્ષિણ ઝોનની ગાડી પાર્ક કરવા જગ્યા ફાળવાઈ છે. આગ કેવી રીતે લાગી મને પણ જાણ નથી. ઘટના અંગે હું કશું જાણતો નથી