• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Door to door Campaigning Of BJP, Congress And AAP Candidates In Vadodara, Former Savli Taluk Congress President Vijay Vaghela Joins BJP

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:કારેલીબાગની 8 સોસાયટીના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા, સોસાયટી બહાર લાગતા શાક માર્કેટનો વિરોધ કર્યો

વડોદરા12 દિવસ પહેલા
કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સોસાયટીઓ બહાર મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે.

કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે.
કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે.

સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે.
સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. સાંસદ રંજનબેન ભટ્ટ અને કેતન ઇનામદારે તેમને ખેસ પહરેવી આવકાર્યા હતા. પીલોલ ગામ ખાતે કેતન ઇનામદારે સભા સંબોધિત કરી હતી. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા અને સાવલી બેઠક પર કોંગ્રેસે કુલદિપસિંહ રાઉલજીને ટિકિટ આપતા વિજય વાઘેલા નારાજ હતા. જેથી વિજય વાઘેલાએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

રાવપુરા બેઠકના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લ.
રાવપુરા બેઠકના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લ.
ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લએ આજથી પોતાના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પ્રચાર શરૂ કરી દીધો છે.
ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લએ આજથી પોતાના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પ્રચાર શરૂ કરી દીધો છે.

ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ
વડોદરા શહેરમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. શરૂઆતના સમયમાં ફેરણીઓ અને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. પૂર્વ સાંસદ અને રાવપુરા બેઠકના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લએ આજથી પોતાના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પ્રચાર શરૂ કરી દીધો છે.

સયાજીગંજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત.
સયાજીગંજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત.
કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો.
કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો.

આ ઉપરાંત સયાજીગંજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત અને અકોટા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ જોષીએ પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. આ ઉપરાંત સયાજીગંજ બેઠકના AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે.

સયાજીગંજ બેઠકના AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે.
સયાજીગંજ બેઠકના AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે.

કરજણમાં સહજાનંદ સોસાયટી ચૂંટણીનો બહિષ્કાર કરશે
વડોદરા જિલ્લાના કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના રહીશો દ્વારા રસ્તાને લઈને સોસાયટીમાં કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર કરવા આવું નહીં એ રીતનું બોર્ડ મારીને ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર જાગતું થયું હતું અને તાત્કાલિક સહજાનંદ સોસાયટીના રહીશો સાથે મીટીંગ કરવા પહોંચી ગયું હતું. તંત્ર દ્વારા સ્થળ પર જઈને રસ્તાની સમસ્યા હલ કરવાની હૈયાધારના આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે રહીશો તંત્રની હૈયાધારણા સ્વીકારશે, કે પછી ચૂંટણીનું બહિષ્કાર યથાવત રાખશે.

કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર જાગતું થયું હતું
કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર જાગતું થયું હતું

વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠક પર 148 ઉમેદવાર વચ્ચે જંગ થશે
ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 17મી સુધી 187 ફોર્મ ભરાયાં હતાં. જ્યારે 18મીએ ચકાસણી થતાં 148 ફોર્મનો સ્વીકાર કરાયો હતો, જ્યારે 37 ફોર્મ નામંજૂર થયાં હતાં. બે ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં. ભાજપ, કોંગ્રેસ અને આપના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર થઈ ગયાં હતાં. જ્યારે ડમી ભરાયાં હતાં તેવાં 36 ફોર્મ અને મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી ફોર્મ ભરતાં તેમને મેન્ડેટ ન મળ્યું હોવાથી 37 ફોર્મ રદ થયાં હતાં. જોકે મધુ શ્રીવાસ્તવનું અપક્ષ તરીકે ફોર્મ મંજૂર કરાયું છે.

કરજણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર નીતિન જોશીએ ફોર્મ પાછું ખેચ્યું હતું. સયાજીગંજમાં જનતાદળ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર નેહા રાણાનું ફોર્મ ટેકેદારોની સંખ્યાના કારણોસર રદ કરાયું હતું. તેમણએ આક્ષેપ કર્યો છે કે, હું જનતાદળ પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે આરઓએ 1 ટેકેદાર રજૂ કર્યા હોવાથી ફોર્મ રદ કર્યું છે. ગઈ કાલે મારી પાસે 10 ટેકેદાર હતા, તો પણ મને માહિતી આપી ન હતી. હું કેસ કરીશ.

અકોટામાં સૌથી વધુ 24, કરજણમાં સૌથી ઓછા 8 ઉમેદવારો મેદાનમાં

વિધાનસભાભરાયેલાંમંજૂરનામંજૂરપાછું
ફોર્મફોર્મફોર્મખેચ્યું
અકોટા282440
માંજલપુર221660
રાવપુરા161330
સયાજીગંજ141040
વડોદરા શહેર211470
ડભોઈ211731
પાદરા171430
સાવલી151410
વાઘોડિયા221840
કરજણ11821
કુલ187148372
અન્ય સમાચારો પણ છે...