તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જીને કે લિયે સોચા હી નહીં...’:આ ગીત પર વીડિયો બનાવી વડોદરાના સનફાર્મા રોડના કિશોરનો આપઘાત, માતા ઘરે આવી તો દીકરાનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો

વડોદરા11 દિવસ પહેલા
યુવકે બનાવેલા અંતિમ વીડિયોમાં પંખા પર બાંધેલું કપડું દૃશ્યમાન થાય છે.
  • માતાએ ઘરનો દરવાજો ખોલતાં પુત્રનો મૃતદેહ જોવા મળ્યો

સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કિશોરે મૃત્યુ પહેલાં અંતિમ વીડિયો બનાવ્યો હતો, જેમાં તે જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગે... ગીત ગાઈ રહ્યો છે. સનફાર્મા રોડના આવાસમાં રહેતો પરિવાર કડિયાકામ કરે છે, જ્યારે પુત્રી ઘરકામ અને 16 વર્ષનો પુત્ર જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. રવિવારે માતા-પિતા કડિયાકામ પર ગયાં હતાં, જ્યારે પુત્રી ઘરકામ કરવા બહાર ગઈ હતી. રવિવાર હોવાથી પુત્ર ઘરે હતો.

માતા ઘરે પહોંચી તો દીકરાની લાશ મળી
બીજી તરફ નજીકમાં રહેતાં બાળકો બપોરે કિશોરના ઘરે રમવા આવ્યાં હતાં. કિશોરે તેમને ભગાડી મૂક્યા બાદ દરવાજાને અંદરથી રૂમાલ વડે બાંધી પંખા પર દરવાજાના પડદા અને કાપડની મદદથી ફાંસો ખાધો હતો. સાંજે ઘરે પહોંચેલી માતાએ દરવાજો ખોલતાં પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક મોબાઇલમાં રચ્યોપચ્યો રહેતો હતો
પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળ્યો હતો, જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગે... ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં પંખા પર કપડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. પોલીસની પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે કિશોર ધો. 8 સુધી ભણેલો હતો અને મોબાઈલમાં રચ્યોપચ્યો રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...