દેહદાન:SSGની સારવારથી ખુશ આધેડનું મૃત્યુ બાદ દેહદાન

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ વર્ષથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા
  • મંગળવારે​​​​​​​ મૃત્યુ થતાં પુત્રે પિતાની ઇચ્છા પૂરી કરી

સયાજી હોસ્પિટલમાં 7 વર્ષથી સારવાર મેળવતા આધેડ બુધવારે મૃત્યુ પામ્યા હતા. સયાજીમાં સારવારના કારણે તેઓ ખુશ હતા અને તેઓની ઇચ્છા હતી કે, મૃત્યુ પછી તેઓના દેહનું દાન કરાય. જેથી પિતાની નેમ રાખતા પુત્રે તેમના પિતાનો દેહ સયાજી મેડિકલ કોલેજને દાન કર્યો હતો.તરસાલીના અમિષ પાર્કમાં રહેતા ધર્મેન્દ્ર કિનાણી 2014માં હાર્ટએટેક આવતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે દરમિયાન તેઓને સયાજી હોસ્પિટલમાં સારી સારવાર મળી હોવાથી તે જ સમયે તેઓએ દેહદાન કરવા ફોર્મ ભર્યું હતું.

સોમવારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને ગોત્રી હોસ્પિટસ બાદ સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તે વખતે તેઓએ પત્નીને પોતાનું પ્રણ યાદ અપાવ્યું હતું અને મૃત્યુ બાદ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંગળવારે બપોરે તેઓ સયાજી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...