પ્રાણીઓમાં રક્તદાનની દુર્લભ ઘટના:એક બીમાર શ્વાનનો જીવ બચાવવા માટે તંદુરસ્ત પાલતુ શ્વાને રક્તદાન કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક બીમાર શ્વાનની જિંદગી બચાવવા માટે તંદુરસ્ત પાલતુ શ્વાનનું રક્ત મેળવી તેને ચઢાવવામાં આવ્યું હોય તેવી ઘટના વડોદરામાં બની છે. માણસના રક્તથી અન્ય વ્યક્તિની જિંદગી બચવાની ઘટના તો સામાન્ય છે, પરંતુ પ્રાણીઓમાં રક્તદાનની ઘટના જ્વલ્લે જ બનતી હોય છે.

શહેરના વાડી વિસ્તારમાં રહેતાં શ્વેતા દુબે પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. તાજેતરમાં તેમને એક બીમાર શ્વાનને લોહી ચઢાવવાની જરૂર હોવાથી મદદરૂપ બનવા માટે પરિચિતને વિનંતી કરી હતી. તેમણે પોતાના પાલતુ માદા શ્વાન દ્વારા આ સેવાકાર્ય કરાવ્યું હતું.

શ્વાનને અન્ય શ્વાનનું રક્ત આપવા અંગે જાણકારી આપતાં જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલક નિયામક ડો.તેજસ શુકલાએ જણાવ્યું હતું કે જ્વલ્લે જ આવા કિસ્સા બનતા હોય છે. માત્ર શ્વાન જ નહીં, પરંતુ ગાયને ગાયનું લોહી પણ ચઢાવી શકાય છે. શ્વાનના રક્તદાનના કિસ્સામાં પહેલીવાર લોહી ચઢાવવાનું હોય તો ગ્રૂપનું ક્રોસ ચેકિંગ કરવું જરૂરી નથી. ફક્ત દાતા શ્વાન તંદુરસ્ત અને ચેપમુક્ત હોવું જોઈએ. જોકે બીજીવાર એ જ શ્વાનને રક્ત આપવું હોય તો દાતા શ્વાન સાથે બ્રીડ અને ગ્રૂપનું મેચિંગ કરવું અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...