તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ન્યૂ VIP રોડ પર ડ્રેનેજની કામગીરી વેળા ગેસ લાઇન લીક થતાં દોડધામ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ વીઆઇપી રોડ પર લીકેજ થયેલી ગેસ લાઇનનું રિપેરિંગ કરાયું હતું. - Divya Bhaskar
ન્યૂ વીઆઇપી રોડ પર લીકેજ થયેલી ગેસ લાઇનનું રિપેરિંગ કરાયું હતું.
  • લીક થયેલા ગેસનો અવાજ 1 કિમી સુધી સંભળાતાં કુતૂહલ
  • ગણતરીના સમયમાં પાઇપ લાઇન બદલી નખાતાં લોકોને રાહત

શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. જ્યાં સાંજે જેસીબીથી ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી હતી.કોર્પોરેશન દ્વારા માણેકપાર્ક વીઆઈપી રોડ પાસે અલંગ હાઉસની સામે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ગુરુવારે સાંજે 4 વાગ્યે કામગીરી દરમિયાન જેસીબીથી ગેસ લાઈન લીકેજ થતાં દોડધામ મચી હતી. અંજની ગેસ લાઇનમાં 4ના પ્રેશરથી ગેસ પસાર થતો હોવાને પગલે લીક થયેલા ગેસનો અવાજ અંદાજે 1 કિલોમીટર સુધી સંભળાતાં લોકોમાં કુતૂહલ થયું હતું.

બનાવની જાણ થતાં દોડી આવેલા ગેસ કંપનીના કર્મચારીઓ, ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આગ ન લગતાં મોટી હોનારત થતા અટકી ગઈ હતી. ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇન બદલી સમારકામ પૂર્ણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...