દોડધામ:જર્જરિત મકાનના પોપડા ખરતાં દોડધામ મચી ગઇ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘડિયાળી પોળમાં બપોરના સમયે બનેલો બનાવ
  • મકાન જર્જરિત હોવાથી ઉતારવા નોટિસ પણ અપાઈ હતી

શહેરના ઘડિયાળી પોળ સુલતાનપુરામા ગીરીશભાઈ જમબારીયાના ચાર મજલી મકાન ના પોપડા ખરતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ મકાન ની આજુ બાજુ કોર્ડન કર્યું હતું મકાનમાલિક દ્વારા જણાવ્યા મુજબ મકાનમાં કોઈ રહેતું નથી મકાન ખાલી છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો આવેલી છે જે ભાડુઆત તરીકે કાર્યરત છે ફાયર બ્રિગેડ દ્વારા એક મહિના અગાઉ મકાનને જર્જરિત હોવાથી ઉતારી લેવા માટે નોટિસ પણ આપી હોવાનું જણાવ્યું હતું. બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાને પગલે ભરચક વિસ્તારમાં જીવ પડીકે બંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...