શોર્ટ સર્કિટ / મુક્ત જ્વેલર્સમાં પેનલ બોર્ડમાં ઇન્વર્ટર પાસે શોર્ટ સર્કિટ થતાં આગથી દોડધામ

Doddham by fire in free jewelers
X
Doddham by fire in free jewelers

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. માંડવી નજીક ગેંડીગેટ રોડ ઉપર હારબંધ આવેલી દુકાનો પૈકી મુક્ત જ્વેલર્સમાં સવારે 9:45 વાગ્યાના અરસામાં પેનલ બોર્ડમાં ઇન્વર્ટર પાસે શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગતાં રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ અંગે જાણ થતાં તુરંત દોડી આવેલા દાંડિયાબજાર ફાયર સ્ટેશનના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. બનાવને પગલે દોડી આવેલા દુકાનના માલિક રશ્મિકાંત ચોકસીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને પગલે દાગીના અને કીમતી વસ્તુઓ લોકર રૂમમાં લઈ ગયા છીઅે. જેથી મોટું નુકસાન થયું નથી. ફર્નિચરમાં આગ ફેલાય તે પહેલાં કાબૂમાં લેવામાં આવી હતી, માત્ર પેનલ બોર્ડમાં નુકસાન છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી