નોટિસ:અશાંતધારાની મંજૂરી વિના દસ્તાવેજો નહીં સ્વીકારાય, વિવિધ સરકારી કચેરીઓમાં નોટિસ લગાવાઈ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અશાંતધારા વિસ્તારોમાં પૂર્વમંજૂરી વગર મિલકતોની થતી તબદિલી અંગે ના. કલેક્ટર દ્વારા અધિકારીઓને ચેતવણી આપ્યા બાદ ગુરુવારે વિવિધ સરકારી કચેરીઓમાં અશાંતધારાની પરવાનગી વગર દસ્તાવેજ નહીં સ્વીકારાય તેવી સ્પષ્ટ જાહેર સૂચના મારી દેવાઈ હતી. મામલતદાર, સબ રજિસ્ટ્રાર તેમજ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, હવેથી અશાંત વિસ્તારોની મિલકતોમાં અશાંતધારાની પરવાનગી હશે તે જ દસ્તાવેજો અંગે આગળની કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનિય છે કે, બુધવારે નાયબ કલેક્ટરે નોંધણી નિરીક્ષક, મામલતદાર, સબ રજિસ્ટ્રાર અને સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટને અશાંતધારાની પૂર્વમંજૂરી વગર મિલકતોના તબદિલી અંગેના દસ્તાવેજોની નોંધણી થઈ હોવાનું સામે આવશે તો જે તે અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં ભરાશે, તેવી ચેતવણી આપી હતી. બીજી તરફ અશાંતધારા સમિતિના સભ્યોએ માગ કરી છે કે, અશાંતધારાની છટકબાજીમાં મદદ કરનાર સરકારી અધિકારીઓ તથા ખોટા દસ્તાવેજો ઊભા કરનાર સામે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે, શહેરમાં ગેરકાયદે અશાંતધારાની મિલકત તાત્કાલિક ધોરણે ખાલસા કરાય અને બધાની ધરપકડ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...