તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Doctors Performed Successful Surgery To Remove The Affected Part By Maintaining The Eye And Good Muscles Of The Patient With Mucormycosis

વડોદરાની ગોત્રી હોસ્પિટલની પહેલ:તબીબોએ મ્યુકોરમાઇકોસિસના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓ જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરવાની સફળ સર્જરી કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી, પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે - Divya Bhaskar
આ સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી, પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે
  • સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી, પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના તબીબોએ મ્યુકોરમાઇકોસિસના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓ જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરવાની સફળ સર્જરી કરી છે. આ સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી, પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે. ડો.હિરેન સોની કહે છે કે, વડોદરામાં અને કદાચિત ગુજરાતમાં પહેલીવાર મ્યુકરના દર્દીઓની રેટ્રો ઓર્બિટ કલિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝર્વેશન સર્જરી કરવામાં આવી હતી.

ચહેરાની કુરૂપતા નીવારતી પથદર્શક સર્જરી કરી
મ્યુકોરમાઇકોસિસ એવો વેદના દાયક રોગ છે, જેમાં દર્દીનો જીવ બચાવવા માટે બ્લેક કે અન્ય પ્રકારની ફૂગથી અસર પામેલા જડબા, તાળવા, આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન, નાક અને ગળાના વિભાગના સર્જન ડો.હિરેન સોનીએ વડોદરામાં અને કદાચિત ગુજરાતમાં આ રોગથી અસર પામેલા દર્દીની આંખની અને ચહેરાની કુરૂપતા નીવારતી પથદર્શક સર્જરી કરી છે.

ચહેરાની સુંદરતા સાચવતી આ શસ્ત્રક્રિયા છે
એન્ડોસ્કોપિક સિસ્ટમ અને ખૂબ સમયસર આ હોસ્પિટલને જેની સખાવત મળી છે, તેવા અદ્યતન માઈક્રો ડી બ્રાઇડર યંત્રની મદદથી ઓર્બિટલ ક્લિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝર્વેશનન્યુઅર મોડાલિટી એટલે કે નવ પ્રચલિત સર્જરી કરી છે. સાદી ભાષામાં કહીએ તો ફૂગથી પ્રભાવિત થયેલા આંખના ગોખલાની આંખના ડોળા અને સારા સ્નાયુઓને અકબંધ રાખીને, મોટેભાગે ચહેરાની સુંદરતા સાચવતી આ શસ્ત્રક્રિયા છે.

તબીબો આંખની અંદરના બગડેલા હિસ્સાની સફાઈ કરે છે
ડો.હિરેન સોની આનંદ સાથે કહે છે કે, અમે બારેક દિવસ પહેલા જેમની આ સર્જરી કરી, તેમનો ચહેરો જોઈને અમે પણ ડાબી આંખે સર્જરી કરી કે જમણી આંખે એની વિમાસણ અનુભવીએ છે. ફુગની અસરથી આંખનું તેજ તો જતું રહે છે જેને પાછું આપી શકાતું નથી પણ ચહેરાની કુરૂપતા આ સર્જરી થી નિવારવી એ પણ મોટા સંતોષની વાત છે. આ સર્જરીમાં એન્ડોસ્કોપી અને માઇક્રો ડિબ્રાઇડરની મદદથી આંખનો ડોળો સાચવીને તેની પાછળના ફૂગ થી બગડેલા ભાગોની સફાઈ કરવામાં આવે છે અને સારા સ્નાયુઓ પણ સાચવી લેવામાં આવે છે. આંખના સર્જન નહીં પણ ઈ.એન.ટી.સર્જન જ નાક વાટે ઉપરોક્ત યંત્રોની મદદથી આંખની અંદરના બગડેલા હિસ્સાની સફાઈ કરે છે.

બે મહિલાઓ અને એક પુરુષ દર્દીને સર્જરીનો લાભ મળ્યો
તેમણે કહ્યું કે, ફૂગની અસર પ્રમાણે આંખની આંતરિક સફાઈ, તાળવાનો ભાગ, જડબાનો ભાગ, જે બગડી ગયો છે એને સર્જરીથી કાઢવામાં આવે છે. આ સર્જરી એટલી સફાઈ અને ચોકસાઇથી કરવામાં આવે છે કે, બાહ્ય ચહેરા પર એક ચિરો,કાપો કે ટાંકો દેખાતો નથી. માઇક્રો દિબ્રાઈડરનું અદ્યતન યંત્ર તાજેતરમાં જ પોરની કંપની વાગો દ્વારા સખાવતમાં મળ્યું જે મ્યુકર પીડિતોની વિવિધ પ્રકારની સર્જરીમાં આશીર્વાદ રૂપ બન્યું છે. અત્યાર સુધીમાં બે મહિલાઓ અને એક પુરુષ દર્દીને આ પહેલરૂપ સર્જરીનો લાભ મળ્યો છે.

દર્દીના ચહેરાને વિકૃત થતો બચતા સુંદરતા અને આત્મવિશ્વાસ અકબંધ રહે છે
ભલે અમે આંખનું ઓજસ પાછું આપી શકતા નથી, પરંતુ, આ સર્જરીથી દર્દીના ચહેરાને વિકૃત થતો બચાવી એની સુંદરતા અને આત્મ વિશ્વાસ અકબંધ રાખવામાં મદદરૂપ થવાનો એમને સંતોષ છે, તેમ ડો.સોની જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...