તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાથી લોકો એટલા બધા ડરી ગયા છે તેના માઠા અનુભવો તબીબો અને નર્સિંગ ક્ષેત્રના લોકોને થઇ રહ્યા છે. સોસાયટીઓમાં તબીબોને લિફ્ટ વાપરવા પર પ્રતિબંધ, વાહનો અન્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેવાય છે તેમજ તેમના પરિવારનાં કપડાં બહાર લટકતાં હોય તો તેની સામે પાડોશીઓએ સૂગ બતાવી હોય તેવા કિસ્સા બની રહ્યા છે.
એક તબીબે પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, ‘હું જ્યાંથી શાક ખરીદું છું ત્યાંથી કેટલાક લોકો શાક ખરીદવાનું ટાળે છે. આવી સાવચેતી ગભરાહટથી વિશેષ કશું નથી.’ બીજા તબીબે કહ્યું કે, ‘સોસાયટીના લોકોએ કહ્યું કે, તમે કોરોનાના દર્દીઓને જુઓ છો એટલે તમારું વાહન પાર્કિંગમાં દૂર મૂકજો, ચેપ લાગી શકે છે.’ જ્યારે ફિઝિશિયન્સ એસો.ના પ્રમુખ ડો. કૃતેશ શાહે જણાવ્યું કે, ‘વાત કરવાનું ટાળવું, પરિવારના સભ્યોથી જાણે મોં ફેરવી લીધું હોય તેવો વ્યવહાર કરાય છે.
તબીબનો છોકરો રમવા જાય તો અન્ય બાળકો ગાયબ થઇ જાય છે.’ નિઝામપુરાના તબીબ અને આઇએમએ, વડોદરાના પૂર્વ પ્રમુખ ડો. નૂતન શાહ કહે છે કે, ‘તબીબો પોતાની પૂરતી કાળજી રાખે છે, મોંઘાં સેનેટાઇઝર્સ વાપરે છે, માસ્ક પહેરે છે. સ્ટાફને કંઇ ન થાય તેની કાળજી લે છે. એવું પણ ધ્યાને આવ્યું કે, હોસ્પિટલમાં નોકરી કરતા કેટલાક કર્મચારીને કુટુંબીજનો નોકરીએ મોકલતા નથી.’
આ સમયે તબીબ-નર્સિંગ સ્ટાફને હૂંફની જરૂર
તમામ સ્તરે સાવચેતી રખાય છે. લોકોએ ગભરાઇને તબીબો કે નર્સિંગ સ્ટાફનો બહિષ્કાર કરવાની જરૂર નથી. આ સમયે તેમને સામાજિક હૂંફની સૌથી વધુ જરૂર હોય છે. - ડો. પારુલ બેન્કર, ડાયરેક્ટર, બેંકર્સ હોસ્પિટલ
વ્યક્તિથી 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ પૂરતું
કોરોનાથી આટલું ગભરાવાની જરૂર નથી. એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સ પૂરતું છે. કારણ વાઇરસ હવામાં વહેતો નથી. તબીબ-નર્સિંગ સ્ટાફનો બહિષ્કાર કરવાની જરૂર નથી. - ડો. હિતેન કારેલિયા, ચેપના સ્પેશિયાલિસ્ટ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.