પતિએ પત્નીને તરછોડી:વડોદરામાં ડોક્ટર પતિએ ડોક્ટર પત્નીને કહ્યું: "હું તને હવે રાખવાનો નથી, તારી પાસે આવવાનો નથી, તું હવે સ્વતંત્ર"

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
મહિલા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • લગ્નના 4 વર્ષમાં જ પતિએ પત્નીને તરછોડ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી અને ખાનગી મેડિકલ કોલેજમાં મહિલા એસોસિએટ પ્રોફેસરે તેના એસોસિએટ પ્રોફેસર પતિએ લગ્નના ચાર વર્ષમાં જ તરછોડી દીધાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સાસરીયા પરિણીતા સાથે ઝઘડો કરતા
વડોદરામાં રહેતી અને એક ખાનગી મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફસેર 30 વર્ષિય પરિણિતાએ ફરિયાદ નોંધાવી છે કે, વડોદરાની એક મેડિકલ કોલેજમાં સાથે કામ કરતા હોવાથી તે ડૉ. વિશાલ મનહરલાલ ડિંડોડના પરિચયમાં આવી હતી. ત્યાર બાદ પરિવાજનોની રાજીખુશીથી એપ્રિલ 2018માં તેમના લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના બાદ સાસરીયા પરિણીતા પર નાની નાની વાતોમાં ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરવા લાગ્યા હતા.

પતિ તેની પત્ની સાથે મારઝૂડ કરતો હતો
હાલ દાહોદ ખાતે ખાનગી મેડિકલ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે નોકરી કરતો પતિ ડૉ. વિશાલ ડિંડોડએ લગ્નજીવન દરમિયાન પત્ની સાથે અનેક વખત મારઝૂડ કરી હતી. જેથી પરિણીતાએ અભયમની ત્રણ વખત મદદ પણ લીધી હતી. છતાં ડોક્ટર પતિના વર્તનમાં કોઇ ફેરફાર થયો ન હતો. ત્યાં સુધી કે સમાજના અગ્રણીઓ દ્વારા પણ સમજાવવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ પરિણીતાને કહી દીધું હતુ કે "હું તને હવે રાખવાનો નથી અને હું તારી પાસે આવવાનો નથી, તુ હવે સ્વતંત્ર" તેમ કહી પતિ દાહોદ ખાતે રહેવા જતો રહ્યો હતો.

પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ દાહોદ ખાતે કાયમી રહેવા ફરજ પાડવા ચેતવણી આપતી નોટીસ વકીલ મારફતે ગત માર્ચ મહિનામાં મોકલતા તેણે પતિને ફોન કરી કહ્યું હતું કે, હું દાહોદ આવું. તો પતિએ તેને સીધી દાહોદ રૂરલ પોલીસ મથકે બોલાવી હતી અને પતિ, સાસુ-સસરાએ ન રાખવા અને સાથે નહીં લઇ જવા જણાવતા પોલીસ સ્ટેશનમાં એ બાબતે લેખિત નિવેદન આપી વડોદરા ખાતે પરત ફરી હતી. જેથી આ મામલે હવે પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...