તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોની મુશ્કેલ સર્જરી:વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબોએ શરીરની બહાર આંતરડાં સાથે જન્મેલા બાળકનાં આંતરડાં ફરીથી સ્થાપિત કર્યાં, 1750 ગ્રામ વજનની બાળકીની સારવાર કરી નવજીવન આપ્યું

વડોદરા23 દિવસ પહેલા
બાળકના શરીર બહાર વિકસેલાં આંતરડાંને ખૂબ જટિલ શસ્ત્રક્રિયા દ્વારા શરીરની અંદર મૂળસ્થાને બેસાડીને તેની હાલત સુધારવામાં આવી હતી.
  • ફેફસાંના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે જન્મેલા બાળકની જિંદગી તબીબોએ બચાવી

સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને માત્ર પૂર્વ કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જ નહીં, પરંતુ છેક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આરોગ્ય સેવાના જરૂરતમંદોને અહીં સારવાર સેવા મળી રહે છે. અધૂરા માસે જન્મતાં બાળકોનાં વિવિધ અંગો, અવયવોનો પૂરતો વિકાસ થયો ન હોવાને લીધે જટિલ તબીબી મુશ્કેલીઓ ઊભી થાય છે, એવી જાણકારી આપતાં ડો.શીલાબેને જણાવ્યું હતું કે તાજેતરમાં જ વડોદરાથી લગભગ પોણાબસો કિલોમીટરના અંતરે અલીરાજપુરથી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થાએ જન્મેલી બાળકીને અહીં લાવવામાં આવી હતી, જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 1750 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી આ બાળકીનાં ફેફસાંનો યોગ્ય વિકાસ થયો ના હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેની સારવારની અલીરાજપુરમાં યોગ્ય સુવિધા ન હોવાથી મધ્યપ્રદેશ આરોગ્યતંત્રે આ બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરી હતી.

નાજુક, અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસિઝર કરવી અઘરી હોય છે અને ખૂબ બારીકી અને કુશળતા માગી લે છે.
નાજુક, અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસિઝર કરવી અઘરી હોય છે અને ખૂબ બારીકી અને કુશળતા માગી લે છે.

જન્મજાત ખામીઓ સાથે જન્મતાં બાળકોની મુશ્કેલીઓ ખૂબ જટિલ હોય છે
અહીં બાળરોગ વિભાગની સમર્પિત ટીમે આ સાવ માસૂમ બચ્ચાની તબીબી તકલીફોનો તાગ મેળવી એને સિપેપ વેન્ટિલેટર પર રાખીને સર્ફેક્ટેન્ટ જેવી મોંઘી દવાઓ આપીને એના સ્વાસ્થ્યને સ્થિરતા આપી છે. હાલના તબક્કે તેની જીવનરક્ષા થઈ છે અને સારવાર ચાલુ છે. શ્વાસની આવી તકલીફ સાથે આટલી લાંબી મુસાફરી કરીને તાજું જન્મેલું બાળક અહીં હેમખેમ લાવી શકાયું એ પણ ચમત્કારથી કમ નથી, એવું ડોકટરનું કહેવું છે. જન્મજાત ખામીઓ સાથે જન્મતાં બાળકોની મુશ્કેલીઓ ખૂબ જટિલ હોય છે અને નાજુક, અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસિઝર કરવી અઘરી હોય છે અને ખૂબ બારીકી અને કુશળતા માગી લે છે.

એક બાળકના ઉદરપટલમાં ખામી સર્જાઈ હતી
આવો જ એક કિસ્સો જન્મ સમયે આંતરડાંનો વિકાસ શરીરની બહાર થયો હોય એવા એક શિશુનો છે. તબીબી વિજ્ઞાન આ વિસંગતિને ગેસ્ટરો સ્કાયાશિશ જેવા અઘરા નામે ઓળખે છે. આ બાળકના શરીર બહાર વિકસેલાં આંતરડાંને ખૂબ જટિલ શસ્ત્રક્રિયા દ્વારા શરીરની અંદર મૂળ સ્થાને બેસાડીને તેની હાલત સુધારવામાં આવી અને શરીરનાં અંગોને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવ્યાં હતાં, જેને પરિણામે તેની તબિયત સ્થિર થઈ અને માતા-પિતા-પરિવારને રાહત મળી. બીજું એક બાળક ડાયા ફ્રેગમેટિક હર્નિયાની મુશ્કેલી સાથે જન્મ્યું હતું. માના પેટમાં જ આંતરડાં જેવાં અંગોના અવ્યવસ્થિત વિકાસને લીધે આ બાળકના ઉદરપટલમાં ખામી સર્જાઈ હતી, જેનો તબીબી કુશળતા સાથે ઈલાજ કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું.

તબીબોએ શરીરની બહાર આંતરડાં સાથે જન્મેલા બાળકનાં આંતરડાં ફરીથી સ્થાપિત કર્યાં હતાં.
તબીબોએ શરીરની બહાર આંતરડાં સાથે જન્મેલા બાળકનાં આંતરડાં ફરીથી સ્થાપિત કર્યાં હતાં.

બાળકના શરીરમાં અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હતી
વધુ એક કિસ્સામાં એક બાળકને ભરૂચ જિલ્લાના નેત્રંગથી અહીં લાવવામાં આવ્યું હતું, જેના શરીરમાં અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હતી. નાજુક શરીર પર જટિલ સર્જરી ખૂબ કુશળતા સાથે કરી, આ બંને વાયટલ ઓર્ગન્સને નવેસરથી સ્થાપિત કરીને આ બાળકને નવું જીવન આપવામાં આવ્યું, તો જન્મ વખતે જ મોટી ગાંઠ, ઓવેરિયન સિસ્ટ ધરાવતા બાળકને જરૂરી શસ્ત્રક્રિયા દ્વારા સાજું કરવામાં આવ્યું હતું.

અધૂરા માસે જન્મેલા કે નવજાત બાળકોની શારીરિક અને અવયવવિષયક ગૂંચવણો તબીબી જ્ઞાનની કસોટી કરે છે
ડો. શીલાબેન કહે છે, આવા અધૂરા માસે જન્મેલા કે નવજાત બાળકોની શારીરિક અને અવયવવિષયક ગૂંચવણો તબીબી જ્ઞાનની કસોટી કરનારી હોય છે, પરંતુ, અમારા સમર્પિત બાળરોગ તબીબો, નર્સિંગ સ્ટાફ જરાય મૂંઝાયા વગર પોતાના જ્ઞાન અને અનુભવજન્ય કુશળતાનો વિનિયોગ કરીને તેમને નવું જીવન આપવામાં જરાય પાછીપાની કરતા નથી.

ફેફસાંના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે જન્મેલા બાળકની જિંદગી તબીબોએ બચાવી.
ફેફસાંના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે જન્મેલા બાળકની જિંદગી તબીબોએ બચાવી.

બાળ સારવારમાં ઘણી તબીબી શાખાઓના સહયોગથી સમન્વિત કામગીરી અનિવાર્ય છે
બાળ સર્જરીના નિષ્ણાત તબીબો, એનેસ્થેટિસ્ટ અને સયાજી હોસ્પિટલની સર્જિકલ ટીમનું નાનાં બાળકોની નાજુક અને જટિલ શસ્ત્રક્રિયાઓ ઘણું સંનિષ્ઠ અને સમર્પિત યોગદાન છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે હકીકતમાં બાળ સારવારમાં ઘણી તબીબી શાખાઓના સહયોગથી સમન્વિત કામગીરી અનિવાર્ય છે. કોરોનાના લોકડાઉનમાં પણ આ વિભાગની કામગીરી એટલી જ ધમધમતી રહી હતી.

બાળરોગ વિભાગની આ સમર્પિત સેવા સ્વસ્થ પેઢીના ઘડતરમાં અમૂલ્ય યોગદાન ગણી શકાય
આ વિભાગ સાથે સંકળાયેલા એકમોમાં નવજાત બાળકો આંખના પડદાની, શ્રવણશક્તિના વિકાસની અને અન્ય જરૂરી તપાસો કરવામાં આવે છે, જે તેમને ખૂબ યોગ્ય સમયે જરૂરી સારવાર આપી આજીવન ખામીમાંથી ઉગારી લે છે. સરકારી દવાખાનાને સાધન, સુવિધા અને સ્ટાફની મર્યાદા હોય છે. આ તમામની વચ્ચે અહી શક્ય તેટલી ઉત્તમ સારવાર લગભગ વિનામૂલ્યે આપવામાં આવે છે. બાળરોગ વિભાગની આ સમર્પિત સેવા સ્વસ્થ પેઢીના ઘડતરમાં અમૂલ્ય યોગદાન ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો