તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલમાં સેલિબ્રેશન:વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તબીબો અને નર્સિગ સ્ટાફે કોરોનાના દર્દીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

વડોદરા5 મહિનો પહેલા
કોરોનાના દર્દીઓ સાથે નવા વર્ષની ઉજવણી - Divya Bhaskar
કોરોનાના દર્દીઓ સાથે નવા વર્ષની ઉજવણી
  • કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવટ કરાઇ હતી, કોરોનાના દર્દીઓને મીઠાઇ ખવડાવીની ઉજવણી કરી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે હોસ્પિટલમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફનું દિવાળી વેકેશન રદ્દ કરવામાં આવ્યું છે, ત્યારે તમામ મેડિકલ સ્ટાફે કોરોનાના દર્દીઓને પોતાના પરિવારના સભ્યો સમજીને તેમની સાથે કોરોના વોર્ડમાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી હાજર રહ્યા હતા અને દર્દીઓને કોરોના સામે લડવા માટેનો જુસ્સો વધાર્યો હતો અને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે કોરોનાના દર્દીઓ સાથે ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી દિવાળીની ઉજવણી કરી

કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવટ કરાઇ
આજે નવા વર્ષની ઉજવણીને લઇને ગોત્રી કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવટ કરવામાં આવી છે, જેથી નિરસ થયેલા દર્દીઓમાં ઉત્સાહ જગાવી શકાય. મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના દર્દીઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળી દરમિયાન મેડિકલ સ્ટાફને 15 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે, પરંતુ, વેકેશન રદ્દ થતા ગોત્રી હોસ્પિટલમાં 142 જેટલા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ તેમજ 80 રેસિડેન્ટ ડૉક્ટર્સ ફરજ પર હાજર રહીને કોરોના દર્દીઓની સેવા કરી કોરોના વોરિયર્સ તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

નોડલ ઓફિસર ડો, શિતલ મિસ્ત્રીએ દર્દીઓનો જુસ્સો વધાર્યો
નોડલ ઓફિસર ડો, શિતલ મિસ્ત્રીએ દર્દીઓનો જુસ્સો વધાર્યો

આ પણ વાંચોઃ કોરોના વોરિયર્સને નવાજવા રમતવીરોએ 188 સ્ક્વેર ફૂટની વિશાળ અને સુંદર રંગોળી બનાવી

સયાજી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી
આ પહેલા દિવાળીના દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓએ કોરોનાના દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કોરોના સંક્રમિત હોવાથી અને સારવાર હેઠળ હોવાથી દિવાળીના પવિત્ર પર્વે તેઓ સ્વજનોથી અને ઘર પરિવારથી દૂર હતા. જોકે, કોવિડ વોર્ડમાં સ્વજનો અને ઘર પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્યના કર્મયોગીઓએ કોરોનાના દર્દીઓ સાથે ઉજવણી કરીને ઘરની યાદ ભૂલાવી દીધી હતી.

નર્સિગ સ્ટાફે પણ દર્દીઓને શુભકામાઓ પાઠવી હતી
નર્સિગ સ્ટાફે પણ દર્દીઓને શુભકામાઓ પાઠવી હતી

આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશનનો ભોગ આપ્યો
વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ એક કરીને કોરોનાના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે. આ દરમિયાન આવેલા તમામ તહેવારો, પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં દર્દીઓની સાથે જ ઉજવ્યા હતા. દરમિયાન કેટલાક જાતે સંક્રમિત થયા, સારવાર લીધી, રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયા છે. સેવા ધર્મની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશનનો ભોગ આપ્યો છે અને આ સાથે દર્દીઓને દવાખાનામાં ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવીને તેમના સાજા થવાના મનોબળને વધુ મક્કમતા આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો