‘યંગ ફિઝિશિયન’ એવોર્ડ:કોરોનામાં નોંધપાત્ર કામગીરી કરનારા ડો. તપન પરીખને USમાં બહુમાન મળ્યું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના દરમિયાન અમેરિકામાં કરેલી અવિરત કામગીરી બદલ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન દ્વારા વડોદરાના ડો. તપન પરીખને યંગ ફિઝિશિયન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મૂળે વડોદરાના અને હાલમાં અમેરિકાના શિકાગો શહેરમાં કાર્યરત ડો. તપન પરીખે કોરોના દરમિયાન હોસ્પિટલમાં સતત કામગીરી કરી હતી. અમેરિકાના ઇન્ડિયન અમેરિકન એસોસિયેશનની 41માં વર્ષની ઉજવણી શિકાગમોમાં યોજાઇ હતી. એસોસિયેશન દ્વારા કોરોના કાળમાં નોંધપાત્ર પ્રદાન આપનારા તબીબોની સેવાને બિરદાવતા એવોર્ડસ અપાયા હતા. જેમાં ડો. તપન પરીખને યંગ ફિઝિશિયન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડો. તપન પરીખ શહેરના નરસિંહજીની પોળના છે અને કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરીને શિકાગોમાં સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા છે.જેથી તબીબી આલમમાં ખુશીની લહેર વ્યાપી છે

અન્ય સમાચારો પણ છે...